Delhi

અક્ષય કુમાર, સારા અલી ખાન અને નિમરત કૌર આ પ્રોજેક્ટ પર સાથે કામ કરશે

નવીદિલ્હી
અક્ષય કુમારને બોલિવૂડમાં ત્રણ દાયકા જેટલો સમય થઈ ગયો છે. તેમણે રેખાથી માંડીને જાન્હવી સુધીની એક્ટ્રેસ સાથે ફિલ્મો કરેલી છે. રિસેન્ટ રિપોર્ટ મુજબ, અક્ષય કુમાર નવી ફિલ્મ માટે તૈયાર છે, જેમાં સારા અલી ખાન અને નિમરત કૌરના પણ લીડ રોલ છે. આ બંને એક્ટ્રેસ સાથે અક્ષય અગાઉ પણ કામ કરી ચૂક્યા છે. અગાઉ ૨૦૧૬ના વર્ષમાં આવેલી એરલિફ્ટમાં નિમરતે અક્ષયની પત્નીનો રોલ કર્યો હતો. ૨૦૨૧માં આવેલી ફિલ્મમાં સારાએ અક્ષય કુમારની પત્ની અને દીકરીના ડબલ રોલ કર્યા હતા. પાછલા બે વર્ષમાં સૂર્યવંશી અને રામસેતુને બાદ કરતાં અક્ષયની તમામ ફિલ્મો ફ્લોપ રહી છે. જાે કે અક્ષય કુમાર પાસે સંખ્યાબંધ પ્રોજેક્ટ છે. હેરાફેરીની ત્રીજી ફિલ્મમાં પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી સાથે કોમેડીની રમઝટ બોલાવવા અક્ષય કુમાર તૈયારી કરી રહ્યા છે ત્યારે એક્શન ફિલ્મમાંથી પણ તેમનો રસ ઘટ્યો નથી. પ્રોડ્યુસર દિનેશ વિજાન સાથેની એક્શન ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને ફિલ્મ આગામી મહિને ફ્લોર પર જાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે ઈન્ડિયન એરફોર્સના પાઈલટનો રોલ કર્યો છે, જ્યારે સારા અને નિમરતના કેરેક્ટર અંગે હજુ વિગતો જાહેર થઈ નથી. જાે કે આ બંનેમાંથી કોઈ એક્ટ્રેસ સાથે અક્ષયનો ઓનસ્ક્રિન રોમાન્સ જાેવા મળે તેવી શક્યતા નથી. ફ્લોપ ફિલ્મો છતાં અક્ષય કુમારે પ્રોડ્યુસર્સના માનીતા સ્ટારનું સ્થાન જાળવી રાખ્યું છે. બે દિવસ અગાઉ અક્ષય કુમાર એક ફિલ્મના શૂટિંગ માટે દેહરાદૂન ગયા હતા. શૂટિંગમાં બ્રેક લઈને તેઓ ભવાન કેદારનાથના દર્શન માટે ગયા હતા. મંગળવારે સવારે અક્ષય કુમાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેદારનાથ પહોંચ્યા હતા. અક્ષય કુમારને શ્રદ્ધાળુઓ ઘેરી વળ્યા હતા. અક્ષય કુમારના આ ફોટોગ્રાફ્સ ઝડપથી ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. અક્ષય કુમારે કેદારનાથ મંદિરનો એક ફોટોગ્રાફ શેર કરીને લખ્યુ હતું, જય બાબા ભોલેનાથ. કેદારનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ પણ અક્ષયકુમારના ફોટોગ્રાફ્સ-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *