Delhi

‘અમારા માટે ઇડી સીબીઆઇ, મોદીજીના ‘મેહુલ ભાઈ’ માટે ઈન્ટરપોલમાંથી રાહત!’, કેન્દ્ર પર ખડગેના પ્રહારો

નવીદિલ્હી
દેશભરમાં તપાસ એજન્સીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીએમસી સહિત વિપક્ષી નેતાઓ પર કાર્યવાહી કરી રહી છે, આ તરફ ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૩ હજાર કરોડ રૂપિયાની છેતરપીંડિ કેસમાં આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીને પોતાના ‘રેડ’ નોટિસ લિસ્ટમાંથી હટાવી દીધો છે. તેના પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર શાબ્દિક હુમલો કર્યો છે. ખડગેએ શાયરાના અંદાજમાં ટ્‌વીટ કર્યું, ‘વિપક્ષી નેતાઓ માટે ઈડી-સીબીઆઇ, પણ મોદીજીના ‘આપણા મેહુલ ભાઈ’ માટે ઈન્ટરપોલમાંથી રાહત! જ્યારે ‘પરમ મિત્ર’ માટે કરી શકે છે સંસદ ઠપ, તો ‘જૂના મિત્ર’ જેને કર્યો હતો ૫ વર્ષ પહેલા ફરાર, ભલા એની મદદનો કેવી રીતે કરવો ઈનકાર? ડૂબ્યા દેશના હજારો-કરોડ, ‘ન ખાવા દઈશ’ બન્યો જુમલો બેજાેડ!’મલ્લિકાર્જુન ખડગેએ ભાગેડુ મેહુલ ચોક્સીનો ઉલ્લેખ કરતા પોતાના એક નિવેદનમાં એ પણ કહ્યું, ‘ભારતની બેંકોમાંથી પૈસા ઉઠાવી લે છે, એવા લોકોને સુરક્ષા આપનારા દેશ ભક્તિની વાતો કરે છે.’ ઉલ્લેખનીય છે કે, ઇન્ટરપોલે ભાગેડું મેહુલ ચોકસી વિરુદ્ધ જારી રેડ કોર્નર નોટીસ પરત લઇ લીધી છે. ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે હીરા વેપારીના પ્રતિનિધિત્વને આધારે આ ર્નિણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે આ ર્નિણયનો જાેરદાર વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના બે અબજ ડોલરના છેતરપિંડી કેસમાં ચોકસી ભારતમાં વોન્ટેડ છે. ડિસેમ્બર, ૨૦૧૮માં તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી. ઇન્ટરપોલની વોન્ટેડ લિસ્ટમાંથી ચોકસીનું નામ હટાવવાના ર્નિણયનો ભારત સરકારે જાેરદાર વિરોધ કર્યો હતો. જાે કે ગ્લોબલ પોલિસી બોડી આનાથી સહમત થઇ ન હતી. તેણે ચોકસીના એ આરોપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય એજન્સીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *