Delhi

અલી બાબા દાસ્તાન-એ-કાબુલમાં શીઝાનના બદલે રીપ્લેસ કરશે આ એક્ટર, શોમાં આવશે ટિ્‌વસ્ટ

નવીદિલ્હી
ટીવી શો અલી બાબા દાસ્તાન-એ કાબુલ હાલ તેના લીડ અભિનેતાઓની કોન્ટ્રોવર્સીને લઇને ખૂબ ચર્ચામાં છે. તુનિશા શર્માની આત્મહત્યાને લઇને દરરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે હાલ સિરિયલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મેકર્સને આ શો માટે નવો લીડ હિરો મળી ગયો છે. જલ્દી જ તેને એક્ટર શીઝાન ખાનની સામે રીપ્લેસ કરવામાં આવશે. એક્ટ્રેસ તુનિશા શર્માના સ્યુસાઇડ બાદ આ સીરિયલના મેઇન કેરેક્ટર શીઝાન ખાનને પોલીસે અટકાયતમાં લીધો હતો. ત્યારેથી જ શોના મેકર્સ શીઝાનને રીપ્લેસ કરવા માટે અન્ય હીરોની શોધમાં હતા. નિર્માતાઓની શોધ આખરે પૂર્ણ થઇ ગઇ છે અને હવે સિરિયલમાં દર્શકોને નવો હીરો ટૂંક સમયમાં જ જાેવા મળી શકે છે. આ એક્ટરની થશે શોમાં એન્ટ્રી?… એક મીડિયા રીપોર્ટમાં સૂત્રો આપેલી માહિતી અનુસાર, અભિષેક નિગમ ટૂંક સમયમાં જ શીઝાન ખાનની જગ્યા લઇ શકે છે. સૂત્રોએ કરેલા દાવા અનુસાર, તેઓ શોનું શૂટિંગ પણ શરૂ કરવા જઇ રહ્યા છે. જાેકે, તુનિશા શર્માનું પાત્ર કોણ નિભાવશે તે અંગે કોઇ માહિતી સામે આવી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, શીઝાનને રીપ્લેસ કરવા માટે શોની સ્ટોરીમાં થોડો ટિ્‌વસ્ટ ઉમેરવામાં આવશે. આ રીપોર્ટમાં એક સૂત્રએ જણાવ્યું કે, શોમે તે દર્શાવવામાં આવશે કે અલી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને પ્રાચીન કોસ્મેટિક સર્જરી દ્વારા તેને નવો ચહેરો મળ્યો છે. આપને જણાવી દઇએ કે, ૨૪ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ તુનિશા શર્માએ અલી બાબાના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિશાના મોતના એક દિવસ બાદ તેની માતાએ તેના કો-સ્ટાર અને પૂર્વ પ્રેમી શીઝાન ખાન પર આત્મહત્યા કરવા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે એફઆઇઆર દાખલ કરીને શીઝાનની ધરપકડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે શીઝાનની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. આ મામલે કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો છે. શીઝાનને આ કેસમાં જામીન મળશે કે નહીં તે અંગે આજે એટલે કે ૧૩ જાન્યુઆરીએ જાણવા મળશે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *