Delhi

ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ ફોન પર વાત કરતો ફોન અચાનક ફાટ્યો કે, જાેનારાના શ્વાસ અદ્ધર થયા

નવીદિલ્હી
ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિનો સ્માર્ટફોન એવો બોમ્બની જેમ ફાટ્યો કે જાેનારાના શ્વાસ અદ્ધર થઈ ગયા. આ વ્યક્તિ જ્યારે ફોન પર વાત કરતો હતો ત્યારે આ ફોન ફાટ્યો. આ અકસ્માતમાં ફોનના ચિથરા ઉડી ગયા અને જે વ્યક્તિનો ફોન હતો તેને પણ આંગળીઓમાં ઈજા થઈ. આ ઘટના શુક્રવારે હિમાંશુ નામના વ્યક્તિ સાથે ઘટી. જે યુપીના અમરોહા જિલ્લાના હિજામપુર ગામમાં રહે છે. હિમાંશુએ કહ્યું કે તેણે આ ઘટનાના ચાર મહિના પહેલા જ અમરોહાથી એક સ્ટોરમાંથી ફોન ખરીદ્યો હતો. ફોનમાં વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ એવું નોટ કરાયું છે કે આવી ઘટનાઓ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ કે ડિવાઈસની ફિઝિકલ ડેમેજના કારણે થઈ શકે છે. એએનઆઈયુપી/ઉત્તરાખંડ દ્વારા પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્‌વીટ કરાઈ છે. જેમાં લખવામાં આવ્યું છે કે અમરોહાના એક સ્થાનિક હિમાંશુ કહે છે કે જ્યારે હું કોલ પર હતો ત્યારે મારા ફોનમાં આગ લાગી ગઈ. મારી આંગળીઓમાં ઈજા થઈ. મે આ ફોન ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ અમરોહાથી ખરીદ્યો હતો. ટ્‌વીટમાં ક્ષતિગ્રસ્ત ફોનની કેટલીક તસવીરો છે. જે ખુબ જ ડરામણી છે. ટ્‌વીટમાં જાે કે ક્યાં ફોન કઈ બ્રાન્ડનો છે તે જણાવાયું નથી. ફોન ફાટવાની કે આગ લાગવાની આ કોઈ નવી ઘટના નથી. આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ સામે આવી ચૂકી છે. તાજેતરમાં મધ્ય પ્રદેશમાં એક ૧૫ વર્ષના છોકરાનો ફોન ઓનલાઈન ક્લાસ દરમિયાન ફાટ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. અન્ય એક કેસમાં સ્કૂટર ચલાવી રહેલા એક વ્યક્તિનો નવો સ્માર્ટફોન ફાટી ગયો હતો.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *