Delhi

ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં આગામી ૫ દિવસ હાડ ધ્રૂજાવતી ઠંડીની ભારતીય હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્લી કોલ્ડ વેવ અને ગાઢ ધૂમ્મસથી પરેશાન છે. ભારતીય હવામાન વિભાગે શીત લહેરનુ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આગલા ત્રણ દિવસ સુધી હજુ ઠંડીથી કોઈ રાહત મળવાના અણસાર નથી. બુધવારે અહીં લઘુત્તમ તાપમાન ૪.૪ ડિગ્રી હતુ જે આજે ગગડીને ફજરગંજમાં ૨.૮ ડિગ્રીએ પહોંચી ગયુ છે. ભારતીય હવામાન વિભાગે અહીં શીતલહર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે લોકોને આગામી ત્રણ દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને યુપીમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે ઠંડીનો સામનો કરવો પડશે. અહીં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ નહીં હોય અને ઠંડી વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ ઠંડી વધી છે.હાલમાં પહાડો પર બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. આગામી ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થશે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં જબરદસ્ત વધારો થશે. હવામાન વિભાગનો અંદાજ છે કે દિલ્લીમાં ૫થી ૭ જાન્યુઆરીની વચ્ચે લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછુ રહી શકે છે. વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. ૭ જાન્યુઆરી પછી વરસાદ અને કોલ્ડવેવનો આ સમયગાળો ઘટશે. ધૂમ્મસના કારણે ટ્રેનો મોડી ધૂમ્મસના કારણે ટ્રેનો મોડી દિલ્લી એરપોર્ટે ફોગ એલર્ટ જાહેર કર્યુ છે અને મુસાફરોને એરપોર્ટ સાથે જાેડાયેલા રહેવા માટે કહેવામાં આવ્યુ છે, જાેકે દિલ્લી એરપોર્ટ પર ફ્લાઈટ્‌સ સામાન્ય છે. વળી, ધુમ્મસને કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે અને અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યુ કે આગામી ૭૨ કલાકમાં દિલ્લીમાં તીવ્ર ઠંડી પડશે અને આજે અહીં લઘુત્તમ તાપમાન ૪ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૧૭-૧૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમા લોકો ઠુંઠવાતા જાેવા મળી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી આગામી દિવસોમાં દેશમા ઠંડીનું જાેર વધશે. જેના કારણે લોકોને શીત લહેરનો અનુભવ થશે. ખાસ કરીનો મોડી સાંજથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતા કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો અતિશય નીચો જતો રહે છે. જેમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધવાની વકી છે. તારીખ ૪ જાન્યુઆરીની રાત્રે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો છે. જાે કે હાલમાં ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હાડ ધ્રૂજાવતી ઠંડી પહી રહી છે તો કાશ્મીરમાં પણ બરફ વર્ષા થઈ છે. તેની અસરરૂપે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં પણ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા સૌથી વધારે ઉત્તર ભારતમાં કોલ્ડવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જેમા અગામી ૫ દિવસમા દેશના પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યારે આગામી ૫ દિવસમા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. કાશ્મીર ખીણમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. શ્રીનગરમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. કાશ્મીર ખીણમાં સતત ત્રીજી રાત્રે તાપમાનનો પારો માઈનસ નીચે નોંધાયો હતો. મંગળવારે રાત્રે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -૬.૪°ઝ્ર નોંધાયું હતું. કાશ્મીરના અન્ય શહેર પહેલગામમાં લઘુત્તમ -૯.૨ °ઝ્ર, કુપવાડા -૬.૨°ઝ્ર, ગુલમર્ગ -૭.૫ °ઝ્ર, લેહમાં -૧૫.૨°ઝ્ર નોંધાયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઠંડી અને હિમવર્ષાના કારણે કાશ્મીરના મેદાની વિસ્તારોમાંથી લોકો હિજરત કરી રહ્યા છે. ઠંડીના કારણે સોનમર્ગમાં તળાવ થીજી ગયું હતું.ગુજરાતમાં હાલમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ ૨થી ૩ ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં ઠંડા પવનોના કારણે લોકો ઠુઠવાઈ રહ્યા છે. સતત વધી રહેલી ઠંડીના કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે. ઠંડા પવનોથી લોકો ઠુઠવાયા ઠંડા પવનોથી લોકો ઠુઠવાયા તીવ્ર પવનોના કારણે રાજ્યમાં હાલમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ૭

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *