Delhi

ઋષભ પંતની જગ્યા પર આ ખેલાડી મળી શકે છે દિલ્લી કેપિટલ્સની કેપ્ટનશીપ

નવીદિલ્હી
સ્ટાર વિકેટકીપર અને બેટ્‌સમેન ઋષભ પંતની ઈજાના કારણે આગામી ૈંઁન્ સીઝનમાં દિલ્લીને લાગી શકે છે મોટો ઝટકો. પંતના હોવાના કારણે દિલ્લીની કેપ્ટનશીપની જવાબદારી આ ખેલાડીને અપાઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્‌સમેન ઋષભ પંત હોસ્પિટલમાં દાખલ છે. ઉત્તરાખંડના રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ઘણી ઈજા થઈ હતી. જાે કે પંત કોઈપણ પ્રકારના જાેખમમાં નથી. પરંતુ તેને મેદાનમાં પરત ફરવામાં ઘણો સમય લાગી શકે છે. જાે કે તેનું ૈંઁન્ આગામી સીઝનમાં રમવું તે લગભગ શક્ય નથી. ઋષભ પંતની ઈજાના કારણે પોતાના પ્રથમ ૈંઁન્ ટાઈટલની શોધમાં રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પંતે ન માત્ર ટીમની કેપ્ટનશીપ સંભાળી પરંતુ તે વિકેટકીપર તરીકે પણ રમ્યો છે. હવે તેના માટે ૈંઁન્ સુધી મેચ ફીટ રહેવુ શક્ય નથી. ૈંઁન્ની આગામી સીઝન માર્ચ-જૂનમાં રમાવાની છે. આવી સ્થિતિમાં પંતની ગેરહાજરીને કારણે દિલ્લીએ માત્ર વિકેટ કીપર બેટ્‌સમેન તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ કોઈ અન્યને જવાબદારી સોંપવી પડશે. પંતની ગેરહાજરીમાં દિલ્લી ડેવિડ વોર્નરને બનાવી શકે છે કેપ્ટન. પંત લિગામેન્ટની ઈજાને કારણે તે ઓછામાં ઓછા ૬ મહિના સુધી મેદાનથી દૂર રહી શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ડેવિડ વોર્નર ૈંઁન્માં દિલ્હીની કપ્તાની સંભાળશે. તેની પાસે આઈપીએલમાં હૈદરાબાદની કેપ્ટનશિપનો અનુભવ પણ છે. ૈંઁન્માં પહેલી સદી ફટકારનાર ભારતીય ખેલાડી મનીષ પાંડેને પણ દિલ્લીની કેપ્ટનશીપ મળી શકે છે. પરંતુ હાલમાં તેને ઓક્શનમાં લેવામાં આવ્યો હોવાથી કેપ્ટનશીપ મળવાની શક્યતાઓ ઓછી છે. પણ પંતની ઈજાની અપડેટના આધારે દિલ્લી કરશ ર્નિણય.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *