Delhi

એક ઇવેન્ટમાં ઉર્વશીને જાેઈ ઋષભ પંતની બૂમો પડી, પછી તો જે થયું તે…વીડિયો થયો વાયરલ

નવીદિલ્હી
ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના સમાચાર અવારનવાર આવતા જ રહે છે. તાજેતરમાં, અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતનું નામ ફરી ચર્ચામાં છે. અકસ્માત બાદ ઉર્વશી ઋષભ પંતને મળવા ગઈ હતી, જેની તસવીર વાયરલ થઈ હતી. હવે જ્યારે ઉર્વશી રૌતેલા ઋષભ પંતની ફિલ્મ ‘વોલ્ટેર વિરૈયા’ના પ્રમોશન માટે આયોજિત ઈવેન્ટમાં હાજર આપી હતી ત્યારે ત્યાં હાજર લોકો ઋષભ પંતનું નામ લેવા લાગ્યા હતા. જાે કે, અભિનેત્રીએ પરિસ્થિતિને ખૂબ જ સુંદર રીતે સંભાળી અને તેણીનું ભાષણ ચાલુ રાખ્યું. ઉર્વશીએ આ ઘટનાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, ઉર્વશી રૌતેલા તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં આયોજિત ફિલ્મ ‘વોલ્ટેર વીરૈયા’ની મેગા માસ પાર્ટીમાં પહોંચી હતી. પછી ઉર્વશી જેવી સ્પીચ આપવા સ્ટેજ પર પહોંચે છે, લોકો તેને જાેઈને ઋષભ પંતના નામની બૂમો પાડવા લાગે છે. જાે કે, ભીડને અવગણીને, ઉર્વશીએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. અભિનેત્રીએ કોઈપણ નકારાત્મક પ્રતિક્રિયા વિના પરિસ્થિતિને સંભાળી. ઉર્વશીએ ઋષભ પંતની બૂમોને અવગણીને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. આ દરમિયાન તેણે ત્યાં હાજર સુપરસ્ટાર ચિરંજીવીના વખાણ કર્યા. જાેકે આ પહેલીવાર નથી, ઉર્વશી રૌતેલા આ પહેલા પણ ઋષભ પંતનું નામ લઈને ટ્રોલ થઈ ચૂકી છે. આ અભિનેત્રી ઘણા સમયથી ટ્રોલર્સના નિશાના પર છે. ઋષભ પંતના એક્સિડન્ટ બાદ ઉર્વશી તેને મળવા આવી હતી અને ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી, જેના કારણે અભિનેત્રી ટ્રોલ થઈ હતી. હવે અભિનેત્રી વોલ્ટેર વિરૈયાની મેગા-માસ ઇવેન્ટમાં આવી જ અજીબ પરિસ્થિતિનો સામનો કરી રહી છે. ઈવેન્ટમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ ડીપ પ્લંઝિંગ નેકલાઇન સાથે લાલ સાડી પહેરી હતી. આમાં તેનું ફિગર ખૂબ જ આકર્ષક લાગી રહ્યું હતું. ઉર્વશીએ સાડીને ડાયમંડ ઇયરિંગ્સ, ડાયમંડ બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રિંગ સાથે પેર કરી હતી. લાલ સાડીમાં ઉર્વશી ખૂબ જ હોટ લાગી રહી હતી.

File-01-Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *