નવીદિલ્હી
એશિયા કપ ૨૦૨૩ સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનની યજમાનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક મોટી જાહેરાત કરી છે. ગ્રાન્ટ બ્રેડબર્નને પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે આગામી બે વર્ષ માટે ટીમની કોચિંગ પેનલનું નેતૃત્વ કરશે. બ્રેડબર્ન પાકિસ્તાન ટીમની તાકાત અને ચુનોતીઓથી સારી રીતે વાકેફ છે. અગાઉ તેણે ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી પાકિસ્તાન ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે સેવા આપી હતી, ત્યારબાદ તે કોચના વિકાસ પર કામ કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં ગયા હતા. પાકિસ્તાનમાં તેમની ભૂમિકા પહેલા, પૂર્વ ન્યૂઝીલેન્ડ ક્રિકેટર બ્રેડબર્ને સ્કોટલેન્ડની પુરૂષ ટીમના હેડ કોચ તરીકે કામ કર્યું હતું. ઁઝ્રમ્ પ્રબંધન સમિતિના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું, ‘મને અમારી પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે ગ્રાન્ટ બ્રેડબર્નને નોમિનેટ કરતાં આનંદ થાય છે. બ્રેડબર્ન ઘણો કોચિંગ અનુભવ સાથે ટીમ સાથે જાેડાયેલ છે. નેશનલ ક્રિકેટ એકેડમી પહેલા અને તેના દ્વારા અમારી મેન્સ ટીમ સાથે કામ કર્યા બાદ, તે અમારી સંસ્કૃતિ અને ક્રિકેટની ફિલસૂફીને સારી રીતે સમજે છે અને અમારી ટીમને આગળ લઈ જવા માટે તે આદર્શ ઉમેદવાર છે. પુરૂષ ટીમના મુખ્ય કોચ તરીકે તેમની નિમણૂક અને રણનીતિનો ખુલાસો કરતાં ગ્રાન્ટ બ્રેડબર્ને કહ્યું, ‘પાકિસ્તાન જેવી અત્યંત પ્રતિભાશાળી અને કુશળ ટીમ સાથે હેડકોચ તરીકે કામ કરવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અમે સખત મહેનત કરી રહ્યા છીએ. ગ્રાન્ટ બ્રેડબર્ને વધુમાં કહ્યું, ‘અમે અપેક્ષાઓનું સ્તર વધાર્યું છે અને અમે અમારા ખેલાડીઓને ચુનોતી આપતા રહીશું’


