Delhi

કોણ છે રાજીવ જૈન?… ફોર્બ્સના ધનીકોની યાદીમાં પહેલીવાર થયું નામ સામેલ

નવીદિલ્હી
ગયા મહિને હિંડનબર્ગના અહેવાલ બાદ મુશ્કેલીમાં મુકાયેલા અદાણી ગ્રુપમાં શેરમાં તીવ્ર વેચવાલી જાેવા મળી હતી. જાેકે, આ દરમિયાન એક નામ સમાચારમાં હતું, અને તે નામ પીઢ રોકાણકાર રાજીવ જૈનનું હતું. જ્યારથી તેણે અદાણી ગ્રૂપમાં પ્રવેશ કર્યો છે, ત્યારથી જ ગ્રૂપના શેરમાં રોકાણકારોનો રસ ફરી એકવાર વધ્યો છે. મુશ્કેલ સમયમાં ગૌતમ અદાણીના મુશ્કેલી નિવારક બનેલા રાજીવ જૈન આજે વિશ્વના અમીરોમાં જાેડાયા છે. તેને પ્રથમ વખત ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. નવા અબજપતિઓની યાદીમાં રાજીવ જૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજીવ જૈનની કંપનીએ અદાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને હિંડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ અચાનક વધી ગઈ હતી. અહેવાલ પછી, કંપનીને ભારે નુકસાન થયું, શેરના ભાવ ૮૫ ટકાથી વધુ ઘટ્યા. કંપનીનું માર્કેટ કેપ ઘટીને ઇં૧૪૭ બિલિયન થઈ ગયું. જ્યારે રોકાણકારો અદાણીની કંપનીઓમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા હતા, તે સમયે મદદનો હાથ આગળ આવ્યો, તે રાજીવ જૈનનો હતો. રાજીવ જૈન ય્ઊય્ પાર્ટનર્સના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. તે ય્ઊય્ માટે રોકાણ વ્યૂહરચના તૈયાર કરે છે. ય્ઊય્ પહેલા, તેમણે ર્ફહ્‌ર્હ્વીઙ્મ એસેટ મેનેજમેન્ટના મુખ્ય રોકાણ અધિકારી તરીકે પણ સેવા આપી હતી. તેણે વર્ષ ૧૯૯૪ માં પોર્ટફોલિયો તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમના નેતૃત્વ હેઠળ, ય્ઊય્ રોકાણ ક્ષેત્રે ઇં૯૨ બિલિયનનું પાવરહાઉસ બની ગયું છે. માર્ચ ૨૦૨૩માં રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીઓમાં ૧૫૪૪૬ કરોડ રૂપિયાનું રોકાણ કરીને વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે અદાણી પોર્ટ્‌સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી એન્ટરપ્રાઈઝીસમાં રોકાણ કર્યું હતું. આ રોકાણે અદાણી માટે સંજીવની કરી હતી. આ રોકાણ પછી બાકીના રોકાણકારોનો પણ અદાણી ગ્રુપમાં વિશ્વાસ વધ્યો. આ રોકાણ અંગે રાજીવ જૈને કહ્યું હતું કે, અદાણીના જે શેરમાં તેણે નાણાં રોક્યા છે, તે મલ્ટીબેગર સાબિત થશે. તેમણે કહ્યું કે, આ રોકાણમાંથી તેમને ૫ વર્ષમાં ૧૦૦% વળતર મળવાનો વિશ્વાસ છે. ફોર્બ્સની બિલિયોનેર લિસ્ટમાં આવા ઘણા નામ છે, જેઓ પહેલીવાર અબજાેપતિ બન્યા છે. એટલે કે, તેની સંપત્તિ વધીને ૧૦૦ મિલિયન ડોલર અથવા તેનાથી વધુ થઈ ગઈ છે. ફોર્બ્સ અનુસાર, રાજીવ જૈનની વર્તમાન સંપત્તિ ઇં૨૦૦ મિલિયન એટલે કે ૧,૬૪,૧૦,૭૦,૦૦,૦૦૦ રૂપિયા છે. તે પ્રથમ વખત ફોર્બ્સ બિલિયોનરની યાદીમાં સામેલ થયો છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *