Delhi

કોરોનાની આ વેક્સિનથી હાર્ટ અટેકનો ખતરો વધી જશે ઃ દિલ્હીના ડોક્ટર્સનું સંશોધન સામે આવ્યું

નવીદિલ્હી
હાર્ટ અટેકના કિસ્સા આજકાલ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. વૃદ્ધ હોય કે યુવાન સૌ કોઈને હાલતા-ચાલતા હાર્ટ અટેક આવી રહ્યા છે. ત્યાં સુધી કે ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખતા બોલીવૂડ સ્ટાર્સ અને સામાન્ય લોકો પણ તેની ઝપટમાં સરળતાથી આવી રહ્યા છે. કોરોના બાદથી અચાનક વધી રહેલા હાર્ટ ડિઝિઝના ટ્રેંડને લઈને કેટલાય રિસર્ચ અને સ્ટડીઝ થયા છે. પણ હવે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મેટા એનાલિસિસ કમ સ્ટડીમાં કરવામા આવેલા દાવા અનુસાર, એક પ્રકારની કોરોના વેક્સિનથી પણ હાર્ટ અટેકની બિમારીનો ખતરો ઊભો થવાની સંભાવના છે. વિશ્વના કેટલાય દેશોમાં કોવિડ -૧૯ વેક્સિનની ખરાબ અસર તરીકે માયોકાર્ડિટિસ એટલે કે , દિલની માંસપેશિઓમાં સોજાના સામે આવેલા કિસ્સાને લઈને દિલ્હી ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. અશ્વિની મહેતા અને તેમની ટીમે તેના મેટા એનાલિસિસ અને રિવ્યૂ કર્યું છે. જેમાં કેટલીય રસપ્રદ વાતો સામે આવી છે. લગભગ ૭૬૭ દર્દીઓ પર કરવામાં આવેલા એનાલિસિસમાં જાેવા મળ્યું છએ કે, એક પ્રકારની વેક્સિન હાર્ટ અટેક માટે જવાબદાર હોય શકે છે. એક સમાચાર એજન્સી સમાચાર ૧૮ હિન્દી સાથે વાત કરતા ડો.અશ્વિની મેહતા કહ્યું કે, કોરોના વાયરસ શરીરના તમામ અંગો પર અસર પાડે છે. તેમાંથી હ્‌દય પણ સામેલ છે. કોવિડ બાદ હાર્ટ અટેકના દર્દી પણ વધી રહ્યા હોવાનો રિપોર્ટ સામે આવી રહ્યા છે, પણ કોરોના વાયરસ વિરુદ્ધ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે કોરોના વેક્સિનની કંઈક ખરાબ અસર પણ થઈ શકે છે. આ પ્રભાવથી હાર્ટ અટેકનો ખતરો પણ ઊભો થઈ શકે છે. રિસર્ચમાં આવેલી આવ્યું છે કે, યૂએસએ, યૂકે, ઈઝરાયલ અને યૂરોપિયન યૂનિયનના ખાસ ભાગમાં જાેવા મળ્યું છેકે, અમુક મર્યાદિત વેક્સિન જે એમઆરએનએ પદ્ધતિથી બનાવામાં આવેલી એટલે કે, એમઆરએનએ આધારિત છે. તે માયોકાર્ડિટિસનો ખતરો ઊભો કરે છે. એક ટ્રેંડ ખાસ કરીને યૂએસએ અને ઈઝરાયલમાં જાેવા મળ્યું છે કે, ૧૩-૨૯ વર્ષના પુરુષોમાં એમઆરએનએ વેક્સિનનો બીજાે ડોઝ લગાવ્યા બાદ માર્યોકાર્ડિટિસનું રિસ્ક ઊભું કરે છે. ત્યાં સુધી કે ઉૐર્ં ની પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન પણ કહી ચુક્યા છે કે, કોવિડ બાદ હાર્ટ અટેકનો ખતરો વેક્સિનની સરખામણીમાં ૪થી ૫ ટકા વધારે છે. એટલે કે, કોરોના વેક્સિન પણ હ્‌દયની બિમારીનો ખતરો વધારે છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *