નવીદિલ્હી
ગાંધીનગરનાં ભાટ ટોલ ટેક્સ નજીક ગઈકાલે સાંજના વીવીઆઈપી સુરક્ષા કાફલાની એડવાન્સ એસ્કોર્ટ ગાડીને પાછળથી થાર ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેનાં કારણે એસ્કોર્ટ ગાડી આગળ જતાં બાઇકને અથડાઈ હતી. એજ સમયે થાર ગાડીને પણ પાછળથી કિયા કારની ટક્કર વાગતાં ફરીવાર થાર ગાડી એસ્કોર્ટ ગાડીને અથડાઈ હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે થાર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હકીકતમાં, ગાંધીનગરમાં વીવીઆઈપી સુરક્ષામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ બાલાભાઈ કેશોદા ગઈકાલે વીવીઆઈપી મુવમેન્ટ અગાઉ એડવાન્સ એસ્કોર્ટ ગાડીમાં ટીમને લઈને બંદોબસ્ત માટે અમદાવાદના નિકોલ ખાતે જવા માટે નીકળ્યા હતા. અને ભાટ ટોલ ટેક્ષ પસાર કરી આશરે પોણા સાતેક વાગ્યાના અરસામાં સાબરમતી નદી બ્રિજ પસાર કરતાં હતાં. તે દરમ્યાન બ્રિજ સાંકડો હોવાથી બાલાભાઈએ એસ્કોર્ટ ગાડી ધીમી પાડી હતી. આ સમયે પાછળથી આવેલ એક મહિન્દ્રા થાર ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે ચલાવી એસ્કોર્ટ ગાડીને ટક્કર મારી હતી. જેનાં કારણે એસ્કોર્ટ ગાડી આગળ ઉભેલ એક મોટરસાયકલને અથડાઇ ગઈ હતી. આ સમયે ડ્રાઈવર બાલાભાઈ કંઇ કરે તે દરમ્યાન બીજી એક કિયા કારે થાર ગાડીને પાછળથી ટક્કર મારી હતી.જેનાં કારણે ફરીવાર થાર ગાડીએ એસ્કોર્ટ ગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે બાલાભાઈએ તુરંત પોતાની ગાડીને સાઈડમાં કરીને જાેયેલ તો કાળા કલરની નંબર પ્લેટ વિનાની થાર તેમજ ય્ત્ન-૧૮-મ્સ્-૭૪૩૫ નંબરની કિયા કાર હતી. જ્યારે મોટર સાયકલ ચાલકને કોઈ ઈજાઓ થઈ ન હતી. જાે કે આ અકસ્માતમાં એસ્કોર્ટ ગાડીને આગળ અને પાછળ બન્ને બાજુ નુકસાન થયેલું હતું. ઉપરાંત થાર ગાડીને પણ બન્ને બાજુ તેમજ કિયા કારને આગળની બાજુ નુકશાન થયું હતું. આથી થાર ગાડીના ચાલકની પૂછપરછ દરમ્યાન તેણે પોતાનું નામ પ્રીન્સ બજરંગ જાગેડ (રહે. મ.નં.૨/૨૬ સેક્ટર-૨ ર્નિણય નગર અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે કોન્સ્ટેબલ બાલાભાઈની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે પ્રિન્સ જાગેડ વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


