Delhi

ગ્રેટર નોઈડામાં એક વ્યક્તિએ બે સગીર બાળકીઓ પર ડિજિટલી રેપ કર્યો, પોલીસે આરોપીની ધરપકડ કરી

નવીદિલ્હી
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી ડિજિટલ રેપનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક આધેડ વ્યક્તિએ સગીર ભાઈ અને બહેનને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. ખેરલી ગામના આ કેસમાં પોલીસે કેસ નોંધીને આરોપી રાશિદની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ દારૂના નશામાં દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનાને અંજામ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ગ્રેટર નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરલી શહેરમાં બનેલી ઘટનામાં ૫૨ વર્ષીય વ્યક્તિએ બે સગીર સાથે ડિજિટલી રેપ કર્યો છે. દનકૌર પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો અને આરોપી રાશિદની ધરપકડ કરી હતી અને તેને મેડિકલ તપાસ માટે મોકલ્યો હતો. મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઈડામાં સ્થિત ખેરલી શહેરમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની સહિત પાંચ સગીર બાળકો છે. શુક્રવારે રાબેતા મુજબ પતિ-પત્ની કામ કરવા ગયા હતા. તે સમયે તેના બાળકો ઘરે હતા અને રમતા હતા. ત્યારે પડોશમાં રહેતા રાશિદે બંને બાળકોને રમવાના બહાને પોતાની પાસે બોલાવ્યા હતા અને તક મળતાં જ આરોપીઓએ બાળકીઓ સાથે ડિજિટલ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને બાળકોની ઉંમર લગભગ ૬થી ૭ વર્ષની છે. સગીર બાળકોએ મજૂરી કરીને ઘરે આવેલા માતા-પિતાને સમગ્ર વાત જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. ડિજિટલ રેપ શું છે? તે.. જાણો.. આપણામાંના મોટાભાગના લોકો ‘ડિજિટલ રેપ’ને ઇન્ટરનેટ સંબંધિત અપરાધ માને છે. પરંતુ એવું નથી અને તે સંપૂર્ણપણે ફિઝિકલ રીતે કરવામાં આવે છે. ‘ડિજિટલ રેપ’ શબ્દ બે અંગ્રેજી શબ્દોથી બનાવવામાં આવ્યો છે, તે છે ‘ડિજિટ’ અને ‘રેપ’. અંગ્રેજીમાં ‘ડિજિટ’ નો અર્થ હિન્દીમાં નંબર થાય છે. બીજી તરફ, અંગ્રેજી શબ્દકોશમાં આંગળી, અંગૂઠો, પગની આંગળીને પણ ડિજિટ કહેવામાં આવે છે. જાે કોઈ વ્યક્તિ સંમતિ વિના કોઈના અંગૂઠા કે આંગળી વડે કોઈના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે તો તેને ‘ડિજિટલ રેપ’ કહેવાય છે. મતલબ કે જાે કોઈ વ્યક્તિ પોતાના ડિજિટથી જાતીય સતામણી કરે છે, તો તેને ‘ડિજિટલ રેપ’ કહેવામાં આવે છે. વિદેશની જેમ ભારતમાં પણ તેને માટે કાયદો બન્યો છે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *