Delhi

ચેતેશ્વર પૂજારા IPL દૂર રમી રહ્યો છે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ, કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા

નવીદિલ્હી
ભારતીય ટેસ્ટ ટીમની નવી ‘દિવાલ’ કહેવાતા ચેતેશ્વર પૂજારા ૈંઁન્થી દૂર ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. પુજારાને તાજેતરમાં સસેક્સ ટીમે કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ભારતના આ સૌથી ભરોસાપાત્ર બેટ્‌સમેને ડરહામ સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન ટુ મેચના બીજા દિવસે શાનદાર સદી ફટકારી હતી. પૂજારાની કેપ્ટનશીપની ઇનિંગના આધારે સસેક્સની ટીમે ડરહામને જડબાતોડ જવાબ આપ્યો છે. પુજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા કાઉન્ટીમાં પોતાની તૈયારીઓને આકાર આપી રહ્યો છે. જૂનમાં ઉ્‌ઝ્રની ફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થવાનો છે. ચેતેશ્વર પૂજારાએ ચોગ્ગા વડે સદી પૂરી કરી હતી. તેણે ઇનિંગ્સની ૫૫મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનો સ્કોર ૧૦૦ સુધી પહોંચાડ્યો હતો. તેણે ૧૩૩ બોલમાં સદી ફટકારી હતી. પૂજારાએ આ દરમિયાન ૧૨ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. આ પહેલા ડરહમે પ્રથમ દાવમાં ૩૭૬ રન બનાવ્યા હતા. ડરહામ માટે માઈકલ જાેન્સે સૌથી વધુ ૮૭ રન બનાવ્યા જ્યારે કેપ્ટન એલેક્સ લીસે ૭૯ રન બનાવ્યા. અનુભવી જમણા હાથના બેટ્‌સમેન ચેતેશ્વર પૂજારા માટે છેલ્લી કાઉન્ટી સિઝન શાનદાર રહી હતી. તેણે છેલ્લી કાઉન્ટી સિઝનમાં સસેક્સ તરફથી રમતા ૮ મેચમાં ૧૦૯૪ રન બનાવ્યા હતા. પૂજારા છેલ્લી વખત જ સસેક્સ માટે પ્રથમ વખત રમ્યો હતો અને આ ટીમ માટે પદાર્પણ કરતી વખતે તેણે ધૂમ મચાવી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉ્‌ઝ્રઝ્રની ફાઇનલ મેચ ૭મી જૂનથી રમાશે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા પૂજારાની સદી ભારતીય ટીમ માટે સારા સંકેત છે. પૂજારાએ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં તેની ૧૦૦મી ટેસ્ટ મેચ રમી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં ૧૦૨ ટેસ્ટ અને ૫ વનડે રમી છે. ટેસ્ટમાં પૂજારાએ ૧૯ સદીની મદદથી ૭૧૫૪ રન બનાવ્યા છે જ્યારે વનડેમાં તેના નામે ૫૧ રન છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *