Delhi

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ પર કેસ ચાલશે!..

નવીદિલ્હી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ની પૂર્વ વિદ્યાર્થની શેહલા રાશિદની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટૂડન્ટ યુનિયનની પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ અને આઈસાની સદસ્ય શેહલા રાશિદ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે.એલજી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, વિભિન્ન સમૂહો વચ્ચે શત્રૂતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતીય સેના વિશે બે ટ્‌વીટ કરવા અને સદ્ભાવ જાળવી રાખવાના પ્રતિકૂળ કૃત્યો બદલ શહલા રાશિદ પર કેસ ચલાવવામાં આવશે. શેહલાએ ૧૮ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ટ્‌વીટ કરીને સેના પર સવાલ ઉઠાવ્યા હતા અને કાશ્મીરીઓ પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જાેકે, સેનાએ આ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે શેહલા રાશિદ સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. શેહલા રાશિદ જેએનયુનો એક ફેમસ ચહેરો રહી છે. જાેકે, તેને ઓળખ ત્યારે મળી જ્યારે તે વર્ષ ૨૦૧૫માં જેએનયુ વિદ્યાર્થી સંઘની ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ. ફેબ્રુઆરી ૨૦૧૬માં જ્યારે જેએનયુના એક કાર્યક્રમ દરમિયાન દેશ વિરોધી નારા લાગ્યા ત્યારે શહલા જેએનયુની ઉપાધ્યક્ષ અને કન્હૈયા કુમાર અધ્યક્ષ હતા. આ ઘટના બાદ દેશભરમાં તેમના નામની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. દેશ વિરોધી નારાના આરોપમાં કન્હૈયાને જેલમાં પણ જવું પડ્યુ હતું. જાેકે, શેહલા રાશિદ ઉપર કોઈ ખાસ કાર્યવાહી કરવામાં નહોતી આવી. બે વર્ષ પહેલા ત્નદ્ગેંની પૂર્વ વિદ્યાર્થિની નેતા શેહલા રાશિદ પર તેના જ પિતા અબ્દુલ રશીદ શોરાએ સનસનાટીભર્યા આરોપ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમની પુત્રી દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તેમણે જમ્મુ અને કાશ્મીર એલજીને પત્ર લખીને પોતાના માટે સુરક્ષા કવચની માંગ કરી હતી. બીજી તરફ શેહલા રાશિદે તેના પિતાના દાવાઓને નકારી કાઢ્યા હતા અને તેમના પર તેમની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *