Delhi

જામનગરમાં જુદા-જુદા ૭ સેન્ટરમાં ૧૯૦૧ વિદ્યાર્થીઓએ દ્ગસ્સ્જીની પરીક્ષા આપી

નવીદિલ્હી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ લેવામાં આવતી એનએમએમએસ પરીક્ષા જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે હોય છે, તે પરીક્ષા આજે યોજાઈ હતી. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગણ તેમજ મંડળ પ્રતિનિધિઓ દ્વારા છેલ્લા દોઢ માસથી પ્રતિ રવિવારના દિવસે વિવિધ શાળાઓમાં પરીક્ષાલક્ષી કાર્ય કરાવવામાં આવેલ તથા મોક ટેસ્ટનું પણ આયોજન કરે છે. આજરોજ તારીખ ૧૨-૨-૨૦૨૩ના પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક મંડળના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, વરમોરા ભાઈ, તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા છે. આ સંપૂર્ણ કાર્યની સાથે અતિશય નિકટતાથીથી જાેડાયેલા તેવા મેરામણભાઇ કરેથા, સંજયભાઈ મેસિય ,પરેશભાઈ સાહિત્ય જેઓએ આ અભિગમને ચરિતાર્થ કરવા પૂર્ણનિષ્ઠાથી પોતાની ફરજ બજાવેલ છે જે બાબતે કોઈને પણ કોઈ જાતનું વળતર કે વળતર રજા ચૂકવવામાં આવેલ નથી. સમગ્ર પરીક્ષાલક્ષી અને અભ્યાસકીય પ્રવૃત્તિનું સફળતાપૂર્વક સંચાલન અને સંકલન સમિતિના સ્થાપના દિવસથી નથી થયેલું. તેવું કાર્ય પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા ખૂબ જ સફળતાપૂર્વક પાસ કરે તેવી શુભકામના શિક્ષક ગણ આચાર્ય ગણ તથા શાસનાધિકારી દ્વારા પાઠવવામાં આવી હતી.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *