Delhi

જેએનયુ માત્ર એક સંસ્થા નથી પરંતુ એક સંસ્કૃતિ છે, ૧૩૦ કરોડ ભારતીયો અહીંના વિદ્યાર્થીઓ પર વિશ્વાસ કરે છે ઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

નવીદિલ્હી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) ના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના પ્રોફેસરો સહિત અન્ય અધિકારીઓને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધનમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જેએનયુને એક બહુ-વિવિધ સંસ્થા તરીકે વર્ણવ્યું, જ્યાં વિદ્યાર્થીઓ દેશના વિવિધ ખૂણામાંથી અભ્યાસ કરવા આવે છે. તેમણે કહ્યું કે, જેએનયુ એક સંશોધન યુનિવર્સિટી છે અને આટલી વૈવિધ્યસભર સંસ્થા દેશમાં નથી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થનારા વિદ્યાર્થીઓએ સમાજમાં મોટી ભૂમિકા ભજવવાની હોય છે. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, જેએનયુ વિવિધતા, સંવેદનશીલતા, સર્વસમાવેશકતા, સમાનતા, ગુણવત્તા અને પોષણક્ષમતા માટે જાણીતું છે. જેએનયુ માત્ર એક સંસ્થા નથી પરંતુ એક સંસ્કૃતિ છે. તેમણે કહ્યું કે, ચર્ચાને હંમેશા આવકારવી જાેઈએ. કેન્દ્રીય મંત્રીએ જેએનયુના વિદ્યાર્થીઓને ભારતના લોકતંત્રના મૂળ પર સંશોધન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત માત્ર વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર નથી, પરંતુ તે લોકશાહીની માતા છે. ભારતના ૧૩૦ કરોડ લોકોને જેએનયુના વિદ્યાર્થીઓ પર પૂરો વિશ્વાસ છે. અહીંના વિદ્યાર્થીઓ વૈશ્વિક નાગરિક બનશે. તેમણે કહ્યું કે, જેએનયુ એ સુનિશ્ચિત કરીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બનવાની સમાન તકો આપવામાં આવે. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, જેએનયુએ એક અનોખી સંસ્કૃતિ વિકસાવી છે જેમાં સિનિયરો, શિક્ષકો અને સાથીઓ બધા સાથે મળીને વિદ્યાર્થીના વિકાસને સુનિશ્ચિત કરે છે.જેએનયુના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે જણાવ્યું કે, યુનિવર્સિટીમાં ભણતા ૫૨ ટકા વિદ્યાર્થીઓ એવા છે જેઓ એસસી, એસટી અથવા ઓબીસી કેટેગરીના છે. તેમણે કહ્યું કે, આ વર્ષે છઠ્ઠું દીક્ષાંત સમારોહ છે. કુલ ૯૪૮ સંશોધકોને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ વખતે પુરૂષો કરતા મહિલા રિસર્ચરની સંખ્યા વધુ રહી છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *