નવીદિલ્હી
સીબીઆઇએ ફરી એક વખત દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નોટિસ પાઠવી છે અને કાલે ૧૯ ફેબ્રુઆરીના રોજ પોતાના મુખ્યાલયમાં બોલાવ્યા છે. સિસોદિયાએ પોતે શનિવારે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શનિવારે ટ્વીટ કરી જણાવ્યું કે, તેમને સીબીઆઇએ કાલે ૧૯ ફેબ્રુઆરીએ પોતાની ઓફિસમાં બોલાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, તેમણે હંમેશા તપાસમાં સહયોગ કર્યો છે અને આગળ પણ કરતા રહેશે. આપ નેતાએ ટ્વીટ કર્યું કે, સીબીઆઇએ આવતી કાલે ફરી બોલાવ્યો છે. તેઓએ મારી વિરુદ્ધ સીબીઆઇ ઇડીની સંપૂર્ણ શક્તિ લગાવી દીધી છે, મારા ઘરે દરોડા પાડ્યા, મારા બેંક લોકરની તલાશી લીધી પરંતુ ક્યાંય મારા વિરુદ્ધ કંઈ મળ્યું નથી. મેં દિલ્હીના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ તેને રોકવા માંગે છે. મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને આપતો રહીશ. અધિકારીઓએ જણા્વયું કે,સીબીઆઇએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ચાર્જશીટ દાખલ કર્યાના લગભગ ત્રણ મહિના પછી ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા છે. જાે કે ચાર્જશીટમાં આરોપી તરીકે તેમનું નામ નથી. ધરપકડ કરાયેલા બિઝનેસમેન વિજય નાયર અને અભિષેક બોઈનપલ્લી ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા સાત આરોપીઓમાં સામેલ છે.


