Delhi

દૂધસાગર ડેરીના ડ્રાઈવરને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટએટેક, સ્ટીરિયિંગ પર ઢળી પડ્યા

નવીદિલ્હી
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. પાટણ જિલ્લામાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. અબ્દુલ રઝાક નામના વ્યક્તિે ટ્રક ચલાવતા સમયે હાર્ટએટેક આવ્યો હતો. જેના બાદ તેઓ મોતને ભેટ્યા હતા. અબ્દુલભાઈ દૂધસાગર ડેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગુજરાતમા હાર્ટએટેક હવે જીવલેણ બની રહ્યો છે. ગુજરાતમાં રોજ હાર્ટએટેકથી મોતના બેથી ત્રણ કિસ્સા સામે આવી રહ્યાં છે. હવે પાટણના શંખેશ્વર હાઇવે પર ચાલુ ગાડીએ ડ્રાઈવરે હાર્ટએટેક આવ્યો હતો. અબ્દુલ રઝાક નામના વ્યક્તિ દૂધસાગર ડેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગાડી લઈને શંખેશ્વર તાલુકાનું દૂધ હારીજ પહોંચાડવા નીકળ્યા હતા. અચાનક ચાલુ ગાડીએ તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેમને ગાડી સાઈડમાં કરી હતી. પરંતુ દુખાવો વધતા જ તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. જેના બાદ તેમને શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર સારવાર માટે લઈ જવાયા હતા, પરંતું ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કેન્દ્રએ આપી ટીમ બનાવવાની સૂચના?… ઉલ્લેખનીય છે કે, હાર્ટ એટેકથી મોતની તપાસ માટે એક્સપર્ટ ટીમની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં યુવાનોના આકસ્મિક મોતના કારણો પર અભ્યાસ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ણાંતોની ટીમની રચના કરવાની સૂચના આપી છે. કોવિડ-૧૯ની રસી જવાબદાર છે કે નહીં તે પણ તપાસ કરાશે. વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો?.. આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જાેતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જાે તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જાે તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. ઉૐર્ંના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૧.૨૮ અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી ૪૬ ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦ થી ૩૦ વચ્ચે જાે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જાેખમ ઘટાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૫થી ૭ વર્ષમાં યુવાઓને પણ હાર્ટ એટેક આવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આ વિશે તબીબોનુ કહેવુ છે કે, કોરોના પછી આવા કિસ્સાઓ વધ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી ઠંડીનું જાેર વધી રહ્યું છે. આ સીઝનની ઠંડી કેટલાક વર્ષો પછી અનુભવી છે. તેથી વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યા બાદ જ કોલેજ કે સ્કૂલમાં જવું જાેઈએ. જાે વિદ્યાર્થીઓને તાવ, શરદી હોય તો સ્પોર્ટસ એક્ટિવિટી ન કરવી જાેઈએ. હાલમાં શરદીના કારણે ઘણા લોકોને દમ થાય છે. તેથી સ્ટ્રેસફુલ એક્ટિવિટીથી પણ દૂર રહેવુ જાેઈએ. વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. ઉૐર્ંના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૧.૨૮ અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી ૪૬ ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦ થી ૩૦ વચ્ચે જાે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જાેખમ ઘટાડી શકાય છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *