દિલ્હી
ભારત સરકારે દેશની ૪૦ મેડિકલ કોલેજાે પર મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલેજાે ગુજરાત, આસામ, પુડુચેરી, તમિલનાડુ, પંજાબ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની છે. આ કોલેજાેમાં અનેક પ્રકારની ખામીઓ જાેવા મળી હતી. આ પછી નેશનલ મેડિકલ કમિશને આ કોલેજાેની માન્યતા રદ કરવાનો ર્નિણય લીધો હતો.સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કુલ ૧૫૦ એવી કોલેજાે છે, જેના પર આગામી સમયમાં નજર પડી શકે છે. જાે આ કોલેજાે ધોરણ પ્રમાણે નહીં ઊભી થાય તો તેમની માન્યતા પણ રદ કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન (દ્ગસ્ઝ્ર)ને આ કોલેજાેમાં તપાસ દરમિયાન બાયોમેટ્રિક હાજરી, સીસીટીવી કેમેરા, ફેકલ્ટી જેવી ખામીઓ જાેવા મળી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોલેજાેમાં છેલ્લા એક મહિનાથી તપાસ ચાલી રહી હતી. આ પછી દ્ગસ્ઝ્રએ આ પગલું ભર્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે મેડિકલ કોલેજાે ચલાવવા માટે નક્કી કરાયેલા ધોરણોનું આ કોલેજાેમાં પાલન કરવામાં આવ્યું ન હતું. કેમેરા ઇન્સ્ટોલ કરવામાં સમસ્યા હતી. બાયોમેટ્રિક સુવિધા યોગ્ય રીતે કામ કરતી ન હતી. તપાસ દરમિયાન ફેકલ્ટીઓમાં ઉણપ જાેવા મળી હતી.સૂત્રોએ જણાવ્યું કે મેડિકલ કોલેજાે પાસે અપીલ કરવાનો સમય છે. માન્યતા રદ થયાના ૩૦ દિવસની અંદર તેઓ દ્ગસ્ઝ્રમાં પ્રથમ અપીલ ફાઇલ કરી શકે છે. જાે તેની અપીલ અહીં ફગાવી દેવામાં આવે તો તે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરી શકે છે.દેશમાં મેડિકલ અભ્યાસનો ક્રેઝ એવો છે કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ પરીક્ષા દ્ગઈઈ્માં ભાગ લે છે. ગયા વર્ષે દ્ગઈઈ્ ેંય્ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૮ લાખની નજીક હતી, જે દર્શાવે છે કે મેડિકલ અભ્યાસ માટેનો ક્રેઝ કેટલી હદે છે. જાેકે સરકારી અને ખાનગી મેડિકલ કોલેજાેમાં બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. જેના કારણે ઘણી વખત તેઓ કેટલીક નકલી મેડિકલ કોલેજાેની જાળમાં ફસાઈ જાય છે. જેના કારણે ઘણી વખત તેમનું ભવિષ્ય પણ બરબાદ થઈ જાય છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ આવી નકલી યુનિવર્સિટીઓ વિશે ચેતવણી આપી છે. વાસ્તવમાં, યુજીસીએ જણાવ્યું છે કે ‘ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર ઓલ્ટરનેટિવ મેડિસિન’ અને ‘નેશનલ બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, કુટ્ટલમ’ અંગે ચેતવણી ચાલુ છે. આયોગે વિદ્યાર્થીઓને આ સ્વયંભૂ સંસ્થાઓમાં પ્રવેશ ન લેવા જણાવ્યું છે. અહીં એડમિશન લે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે.
