Delhi

નાગપુર ટેસ્ટ પહેલા જ ઓસ્ટ્રેલિયન મીડિયાએ BCCIપર ગંભીર આરોપો લગાવ્યા

નવીદિલ્હી
ગાવસ્કર-બોર્ડર ટ્રોફી શરૂ થવાનો સમય આવી ગયો છે. બંને ટીમો નાગપુરમાં છે અને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. રોહિત શર્મા અને પેટ કમિન્સ બંનેની ગૂંચવણો અલગ-અલગ છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે કાંગારૂઓને હરાવવા પડશે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં ભારતને હરાવીને અગાઉની બે હારનો બદલો લેવા માંગે છે. ટેસ્ટ સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા મ્ઝ્રઝ્રૈં પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ નાગપુર પિચને લઈને મ્ઝ્રઝ્રૈં પર સવાલો ઉઠાવ્યા હતા. ફોક્સ ક્રિકેટે તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલથી નાગપુરની પિચની તસવીર શેર કરી છે. પીચની બંને બાજુએ લાલ રંગના વર્તુળોની અંદરના સ્પોટને દર્શાવવામાં આવ્યા હતા. પોસ્ટ સાથે લખ્યું હતું કે, “અહીં શું ચાલી રહ્યું છે? આ તસવીર ભારતની અજીબ જાળ દર્શાવે છે. પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમની ચિંતા વધી ગઈ છે.’ ખરેખરમાં પિચની બંને બાજુએ પિચ એકદમ સપાટ છે. જે સ્પિનરોને મદદ કરશે. સાથે જ વચ્ચે લીલું ઘાસ છોડવામાં આવ્યું છે જેથી ઝડપી બોલરો પોતાની સ્વિંગ વડે વિરોધી ટીમને બેક ફૂટ પર ધકેલી શકે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારત પર જાણીજાેઈને એવી પિચ આપવાનો આરોપ લગાવ્યો છે કે ઓસ્ટ્રેલિયાને તેનો ભોગ બનવું પડે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ એ ન ભૂલવું જાેઈએ કે જ્યારે ભારતીય ટીમ તેમના દેશમાં રમવા જાય છે ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમની ઈચ્છા મુજબ પીચ તૈયાર કરે છે. આવી ઉછાળવાળી અને ઝડપી પીચો આપવામાં આવે છે જેના પર હોમ ટીમ રમવામાં નિષ્ણાત હોય છે. જાે કે, ઓસ્ટ્રેલિયન બોર્ડની તમામ ગંદી યુક્તિઓ છતાં ભારત છેલ્લી બે શ્રેણીમાં કાંગારૂઓને તેમના ઘરે જ હરાવવામાં સફળ રહ્યું હતું.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *