Delhi

નિતેશ તિવારીની આ ફિલ્મની નવી કાસ્ટનું નામ સામે આવતા બધા ચોંકી ગયા

નવીદિલ્હી
સાઉથના સ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનનની રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬મી જૂને રિલીઝ થઈ રહી છે. આ પહેલા દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ તેમનાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રામાયણ પર કામ શરૂકર્યું હતું. નિતેશ તિવારી લાંબા સમયથી આ ફિલ્મને બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. પહેલાં કહેવામાં આવી રહ્યું હતુ કે, ફિલ્મ રામાયણમાં સાઉથની સ્ટાર સાઇ પલ્લવી અને રણબીર કપૂરને કાસ્ટ કરવાના છે. પરંતુ નવી કાસ્ટનું નામ સામે આવતા બધા ચોંકી ગયા છે. પીંકવિલાના અહેવાલો મુજબ ફિલ્મમાં આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં અને રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જાેવા મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં માતા સીતાના રોલ માટે આલિયા ભટ્ટની એન્ટ્રી થઇ ગઇ છે. નિતેશ તિવારી ડિસેમ્બર ૨૦૨૩માં આ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા માગે છે અને દિવાળી પર ફિલ્મની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. વધુ અહેવાલો મુજબ રણબીર ભગવાન રામના રોલમાં છે, જ્યારે સીતા માતાના રોલ માટે આલિયા ભટ્ટને ફાઈનલ કરવામાં આવી છે. સીતાના રોલ માટે નિતેશ તિવારી અને નિર્માતા મધુ મન્ટેનાની પહેલી પસંદ આલિયા ભટ્ટ હતી. ફિલ્મમાં રાવણના પાત્રને લઇને પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને દ્ભય્હ્લના એક્ટર યશ રાવણનું પાત્ર ભજવી શકે છે. એટલું જ નહીં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લુક ટેસ્ટ પણ ચાલી રહ્યો છે. આ રીતે બોલીવુડ રામાયણ પર વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રામાયણના મેકર્સ રાવણના રોલ માટે છેલ્લા આઠ મહિનાથી દ્ભય્હ્લ સ્ટાર યશ સાથે વાતચીત કરી રહ્યા છે. ઘણી હા-ના પછી હવે વાતચીત સાચી દિશામાં છે. યશ પણ હવે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યો હોવાનું જાણવા મળે છે. જાે કે, તેણે હજુ સુધી હા નથી કહી, પરંતુ ફિલ્મના દિગ્દર્શક મધુ મન્ટેનાને પૂરી આશા છે કે યશ રાવણના રોલ માટે સહમત થઇ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મામલો કેટલાક નાના મુદ્દાઓ પર અટવાયેલો છે.દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા રવિ ઉદ્યાવાર, અલ્લુ અરવિંદ અને મધુ મન્ટેના દિવાળી પર ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ફિલ્મને લગતું પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થઈ શકે તેવી પણ ધારણા છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *