Delhi

નીતુ કપોરે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા, લવ અફેર અંગે ખુલાસાઓ કર્યા

નવીદિલ્હી
બોલિવૂડ જગતમાં કપૂર ખાનદાનનું નામ ખૂબ જ શાન અને ઇજ્જત સાથે લેવામાં આવે છે. દેશમાં મનોરંજનનો પાયો આ જ પરીવારની દેન છે. પીઢી દર પીઢી આજે પણ કપૂર ખાનદાન એક્ટિંગની દુનિયામાં રાજ કરે છે. કપૂર પરીવારમાંથી અનેક સ્ટાર્ટ અને સુપરસ્ટર્સ બહાર આવ્યા છે. જાેકે, આ પરીવારના પુરૂષો ફેમ અને નેમની સાથે પોતાના અફેર્સના અને લવસ્ટોરીઝના કારણે પણ ખૂબ ચર્ચાઓમાં રહ્યા છે. રાજ કપૂરથી લઇને ઋષિ કપૂર સુધી બધા જ હસીનાઓના ચક્કરમાં પડી ચૂક્યા છે. ફિલ્મમાં કામ કરવાની સાથે જ તેમની લવ સ્ટોરીઝના ચર્ચાઓ મીડિયામાં ઉડવા લાગે છે. ત્યારે ઋષિ કપૂરની પત્ની નિતૂ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં પતિના લવ અફેર અંગે ખુલાસાઓ કર્યા છે. આપને જણાવી દઇએ કે નીતૂ કપૂરનું આ ઇન્ટરવ્યૂ વર્ષો જૂનું છે. જે હાલ મીડિયામાં ખૂબ ફરી રહ્યું છે. નીતૂ કપૂરે એક ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં પતિ ઋષિ કપૂરના અફેર્સ વિશે વાત કરી હતી, જેનું એક કટિંગ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. એક ફિલ્મમાં સાથે કામ કરતી સમયે રિશી કપૂર અને નિતૂ સિંહ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને બંનેએ ૨૨ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ લગ્ન કરી લીધા હતા. તેમને બે બાળકો છે પુત્રી રિદ્ધિમા કપૂર, જેનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૧૯૮૦ના રોજ થયો હતો. પુત્ર રણબીર કપૂર, જેનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૨ના રોજ થયો હતો. નિતૂના વાયરલ થયેલા જૂના ઇન્ટરવ્યુ અનુસાર તેણે કહ્યું છે કે, ‘મેં તેને અસંખ્ય વખત ફ્લર્ટ કરતા પકડી પાડ્યા છે. હું જ પહેલી વ્યક્તિ હતી, જેને તેમના અફેર્સ વિશે સૌથી પહેલા ખબર પડી જતી હતી. મોટા ભાગે આ અફેર્સ આઉટડોર શૂટિંગ દરમિયાન જ થયા હતા. પણ હું જાણતી હતી કે એ વન-નાઇટ સ્ટેન્ડ છે.” નિતૂએ આગળ જણાવ્યું છે કે, ‘જ્યારે પણ મને તેના આવા અફેર્સ વિશે કંઇ પણ જાણવા મળતું અમારા ખૂબ ઝઘડાઓ થતા હતા. પરંતુ સમય જતા મેં તેના તે વ્યવહારને અપનાવી લીધો કે જાેઇએ તે ક્યાં સુધી આ બધું કરે છે. અમને એકબીજા પર અતૂટ વિશ્વાસ હતો. હું તે વાત જાણતી હતી કે તેના માટે તેનો પરીવાર સૌથી પહેલા આવે છે. તો હું શા માટે ચિંતા કરું? તે મારા પર ર્નિભર છે અને તે મને ક્યારેય નહીં છોડે.’ નિતૂએ વધુમાં જણાવ્યું છે કે, ‘મારું માનવું છે કે પુરૂષોને અમુક સ્વતંત્રતા આપી દેવી જાેઇએ. ફ્લર્ટ કરવું તેમના સ્વભાવમાં હોય છે, તેમને બાંધીને ન રાખી શકાય. પરંતુ જાે તે કોઇ રીલેશનશિપ માટે ખૂબ ગંભીર હોત, તો હું તેને તેમ કહીને ઘરની બહાર કાઢી મૂકતી કે, જાવ, તેમની સાથે જ રહો.’

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *