Delhi

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મોતથી સામનો કર્યો હતો, ફિઝિયોની મદદથી જીવ બચી ગયો

નવીદિલ્હી
ચાલું રમતમાં કોઈ ખેલાડીને વાગ્યું હોય અથવા અકસ્માત થયો હોય અને તેણે પોતાનો જીવ પણ ગુમાવી દીધો હોય છે. પરંતુ ઘણી વાર એવું બને કે તે જીવી પણ જાય છે. એવી જ એક ઘટના ૪૯ વર્ષ પહેલા બની હતી. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ઈવેન ચેટફિલ્ડ૧૯૭૪-૭૫માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે આવી એક ઘટના બની હતી. મળતી વિગતો પ્રમાણે તે ૧૧માં ક્રમે બેટિંગ કરવા માટે આવ્યો હતો. ત્યારે બોલ તેના બેટને અડીને તેના માથા પર વાગ્યો હતો. તેના પછી તે મેદાનમાં ઢળી પડ્યો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ સામે ટીમના ફિઝિયોની મદદથી તેનો જીવ બચી ગયો હતો. એવિન ચેટફિલ્ડને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર પીટર લીવરે બાઉન્સર ફેંક્યો હતો. જેથી ચેટફિલ્ડે તેના પર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ એવિન ચેટફિલ્ડના બેટની બહારની ધાર લઈને તેના માથા પર વાગ્યો હતો. બોલ વાગતા જ ઈવેન ચેટફિલ્ડજમીન પર પડી ગયો અને બેહોશ થઈ ગયો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ત્યારે ઈંગ્લેન્ડના ફિઝિયો બનાર્ડ થોમસ દોડીને મેદાનમાં આવી ગયા હતા. તેમણે તેની છાતી દબાવી અને મોઢામાં શ્વાસ ભરી હતી. તેના પછી તેને હોશ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી પણ તે ૧૪ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. ૭૨ વર્ષના ઈવિન ચેટફિલ્ડે પોતાની કરિયરમાં ૮૦૦થી પણ વધારે વિકેટ લીધી છે. તેઓ ન્યૂઝીલેન્ટની તરફથી ૪૩ ટેસ્ટ અને ૧૧૪ વનડે ક્રિકેટ મેચ રમી છે. આ તેજ બોલરે ટેસ્ટમાં ૧૨૩ અને વનડે ક્રિકેટ મેચમાં ૧૪૦ વિકેટ પોતાને નામ કરી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો, ચેટફિલ્ડે ૫૮૭ વિકેટ પોતાને નામ કરી હતી. ૨૭ વખત ૫ વિકેટ. લિસ્ટ-એમાં તેના નામે ૨૨૨ વિકેટ છે. મળતી વિગતો પ્રમાણે આંતરરાષ્ટીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી ઈવિન ચેટફિલ્ડને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે નોકરી પણ કરી હતી. તેણે ચિપ્સ વેચતી એક દુકાન પર પણ કામ કર્યું હતું. થોડા સમય માટે તે લોકલ ટીમને કોચિંગ પણ કરાવ્યું હતું. તેના પછી કોરોનાના સમયમાં કેબ પણ ચલાવી હતી.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *