Delhi

પૃથ્વી શો અને યુવતી વચ્ચે મારામારી, વીડિયો સો.મીડિયામાં વાયરલ, કેસ પો.સ્ટેશન પહોંચ્યો

નવીદિલ્હી
પૃથ્વી શો હાલ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી બહાર છે. આ દરમિયાન તેમના પર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. તેટલું જ નહીં, તેમના મિત્રની કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ૮ લોકો સામે ફરિયાદ નોંધી છે. છેલ્લે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી ૨૦ મેચની સિરિઝમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. પરંતુ તે કોઈપણ મેચમાં મેદાનમાં આવી શક્યા નહોતા. મળતી માહિતી પ્રમાણે, એક હોટલની બહાર પૃથ્વી શો અને તેમના દોસ્ત પર બેઝબોલ સ્ટિકથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના મિત્રની કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં પૃથ્વી શો એક યુવતી સાથે મારામારી કરતો જાેવા મળે છે. મળતી માહિતી પ્રમાણે, પૃથ્વી શો સાથે બે લોકોએ સેલ્ફી લીધી હતી. ત્યારબાદ તેમની સાથે સેલ્ફી લેવા માટે અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને તેમને સેલ્ફી લેવા માટે કહેવામાં આવ્યું હતું. પૃથ્વીએ ત્યારે ના પાડી હતી અને કહ્યુ હતુ કે, અહીં તેઓ પર્સનલ કામથી આવ્યા હતા. ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, શોના દોસ્ત આશિષ સુરેન્દ્ર યાદવે જણાવ્યુ હતુ કે, ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો અને ધમકી આપી હતી કે, પૈસા આપો નહીંતર, તેમને ખોટા કેસમાં ફસાવી દેશે. ઓશિવારા પોલીસે આ મામલે ૮ લોકો સામે ફરિયાદ દાખલ કરી કરી છે. ફરિયાદ પ્રમાણે, જ્યારે આરોપીઓએ સેલ્ફી લેવા માટે વધુ દબાણ કર્યુ તો પૃથ્વી શોના મિત્રએ હોટેલ મેનેજરને ફોન કર્યો હતો. ત્યારબાદ મેનેજરે આરોપીઓને જવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ જ્યારે પૃથ્વી શો હોટેલમાંથી બહાર નીકળ્યા તો હોટેલની બહાર કેટલાક લોકો બેઝબોલ સ્ટિક સાથે ઊભા હતા. તેમાંથી બે આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ અનુક્રમે શોભિત ઠાકુર અને સપના (સના) ગિલ છે. પૃથ્વી શોના મિત્રએ જણાવ્યુ હતુ કે, ‘અમે ગાડી લઈને હોટેલ પરથી નીકળી ગયા હતા. ત્યારે આરોપીઓએ અમારો પીછો કર્યો હતો અને ઓશિવારા નજીક ટ્રાફિક સિગ્નલ પાસે અટકાવીને વિન્ડશિલ્ડ તોડી નાંખ્યું હતું. આ ઉપરાંત તેમણે ખોટો પોલીસ કેસ દાખલ કરવાની ધમકી આપીને ૫૦,૦૦૦ની પણ માંગણી કરી હતી. આ મામલે મીડિયા સાથે વાત કરતા સપના ગિલના વકીલ અલી કાશિફ ખાને આરોપ લગાવ્યો છે કે, ‘પૃથ્વી શૉએ સપના સાથે મારપીટ કરી હતી.’ સપના ગિલના મિત્ર દ્વારા ઉતારાયેલા એક વીડિયોમાં સપનાના હાથમાં બેઝબોલ સ્ટિક દેખાઈ રહી છે અને પૃથ્વી શો તેને પકડી રહ્યો હોય અને મારતા રોકી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *