Delhi

પ્રથમ ટી-૨૦માં પાકિસ્તાનને હરાવીને અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, છ વિકેટથી હરાવ્યું

નવીદિલ્હી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ્‌૨૦ મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને ૬ વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. અફઘાનિસ્તાને ્‌૨૦ ઈન્ટરનેશનલમાં પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું છે. આ પહેલા એશિયા કપ ૨૦૨૨માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ૧ વિકેટના અંતરથી હરાવ્યું હતું. બંને વચ્ચે અત્યાર સુધી કુલ ૪ ્‌૨૦ૈં મેચ રમાઈ છે?.. જાણો.. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર ્‌૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ૩માં પાકિસ્તાન અને ૧માં અફઘાનિસ્તાનનો વિજય થયો છે. ૮ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ બંને ટીમો ટી-૨૦ મેચમાં સામસામે આવી હતી. તે મેચમાં પાકિસ્તાનનો ૬ વિકેટે વિજય થયો હતો. ૨૦૨૩ માં અફઘાનિસ્તાને ટી-૨૦માં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો અને ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૯૨ રન જ બનાવી શકી. જેમાં ઇમાદ વસીમે સૌથી વધુ ૧૮ રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સૈમ અયુબે ૧૭, તૈયબ તાહિરે ૧૬ અને કેપ્ટન શાદાબ ખાને ૧૨ રન બનાવ્યા હતા અને બાકીના બેટ્‌સમેનો ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. રનનો પીછો કરતા અફઘાનિસ્તાને ૧૭.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે મોહમ્મદ નબીએ ૩૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી સૌથી વધુ ૩૮ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ માટે તેને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી શાનદાર બોલિંગ જાેવા મળી હતી. જેમાં મુજીબ ઉર રહેમાને ૪ ઓવરમાં માત્ર ૯ રન આપીને ૨ વિકેટ, ફઝલહક ફારૂકીએ ૪ ઓવરમાં ૧૩ રન આપીને ૨ વિકેટ અને મોહમ્મદ નબીએ ૩ ઓવરમાં ૧૨ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, નવીન ઉલ હક અને કેપ્ટન રાશિદ ખાનને ૧-૧ સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *