Delhi

પ્લેઓફની પહેલી ટીમ, ચેમ્પિયનની જેમ બનાવી જગ્યા, આ વર્ષે રમશે ફાઈનલ?..

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની પ્લેઓફની પ્રથમ ટીમ મળી ગઈ છે. ટૂર્નામેન્ટની ૬૨મી મેચ પૂર્ણ થયા બાદ ચેમ્પિનની જેમ રમી રહેલી ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. સોમવાર, ૧૫ મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સએ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને હરાવીને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. ૧૮૮ રન બનાવ્યા બાદ ગુજરાતે હૈદરાબાદને ૧૫૪ રનમાં રોકીને ૩૪ રને વિજય નોંધાવ્યો હતો. પાછલા વર્ષે મોટી ટીમોને હંફાવનારી ટીમ આ વર્ષે પણ કમાલ કરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં સૌ કોઈ પ્લેઓફની પ્રથમ ટીમની રાહ જાેઈ રહ્યા હતા. ટૂર્નામેન્ટની ૬૨મી મેચમાં સોમવાર, ૧૫ મેના રોજ રાહનો અંત આવ્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમના ઓપનર શુભમન ગિલે ધમાકેદાર સદી ફટકારી હતી. આ ઇનિંગના કારણે ગુજરાતે ૯ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ૯ વિકેટે ૧૫૪ રન જ બનાવી શકી હતી. ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ૧૩ મેચ રમ્યા બાદ હાર્દિક પંડ્યાની ટીમે ૯ જીત નોંધાવ્યા બાદ ૧૮ પોઈન્ટ સાથે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. હવે આ ટીમ પાસે ૧ મેચ બાકી છે અને તે જીત્યા પછી, ૨૦ પોઈન્ટ સુધી પહોંચીને, ટીમ ટોપ બેમાં રહીને પ્લેઓફમાં પહોંચી શકે છે. હાર્દિક પંડ્યાની ટીમ વર્તમાન આઈપીએલ ચેમ્પિયન છે અને સતત બીજી વખત ફાઈનલ રમવાના ઈરાદા સાથે પ્લેઓફમાં પહોંચી છે. ટીમ આ સિઝનમાં અત્યાર સુધી ૪ મેચ હારી છે જ્યારે ૯ જીતી છે. આ સિઝનમાં કોલકાતા, રાજસ્થાન, દિલ્હી અને મુંબઈની ટીમોએ ગુજરાતને હરાવ્યું છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *