દિલ્હી
હવામાન વિભાગ અનુસાર બીપરજાેય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજાેય વાવાઝોડું ૨ કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે ૮ જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે. બીપરજાેય વાવાઝોડા ની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ પર છે. દ્ગડ્ઢઇહ્લ ની દિલ્હી હેડ ઓફિસ થી એલર્ટ રહેવા આદેશ અપાયા છે. સાથે જ રાજ્ય ની દ્ગડ્ઢઇહ્લ ની ૧૮ ટીમો ને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ રિજનલ રિસ્પોન્સ ટીમ વડોદરાના ઝરોદ ખાતે ૧૨ ટીમ, ગાંધીનગરની ૩ ટીમ અને રાજસ્થાન ૩ ટીમો તૈયાર છે. વાવાઝોડા અને વરસાદ ને લઈને એન.ડી.આર.એફ સજ્જ છે. સમગ્ર ગુજરાતનું હેડ ક્વાર્ટર વડોદરા ના જરોદ પાસે કાર્યરત છે. એન.ડી.આર.એફ પાસે કુલ ૧૮ ટીમો છે જેમાં ૧૨ ટીમ વડોદરા માં સ્ટેન્ડ બાય મોડ પર છે જ્યારે ૩ ટીમ ગાંધીનગર માં સ્ટેન્ડ બાય મોડ પર અને ૩ ટીમ રાજસ્થાન માં સ્ટેન્ડ બાય મોડ પર છે. એક ટીમ માં ૨૫ રેસ્ક્યુઅર્સ હોય છે. હજુ સુધી એક પણ ટીમ ને અન્ય જગ્યા પર ડિપ્લોય કરવામાં આવી નથી.’બિપરજૉય’ વાવાઝોડાને લઇને હવામાન વિભાગે અગત્યની સૂચના આપી છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડાની ગુજરાત પર આગામી ૫ દિવસ સુધી કોઇ અસર થશે નહી પરંતુ ૨ દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨ દિવસ વરસાદ પડવાની શક્યતા નહિવત છે. ૨ દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દમણ દાદારાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૨ દિવસ બાદ હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં ચોમાસુ કેરળમાં પહોંચી શકે છે. વાવાઝોડાની સ્થિતિને લઇને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે. જાે કે ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆતને હજુ સમય લાગશે. ‘બિપરજૉય’નો શું છે અર્થ ? વિશ્વ હવામાન સંગઠન દ્વારા દુનિયામાં થતા મોટા હવામાનના ફેરફારોની વિગતો પર નજર રાખવામાં આવે છે. આ સંગઠનના સભ્યોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. બિપોરજાેય વાવાઝોડાનું નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે બંગાળની ખાડીમાં જાે વાવાઝોડું બને તો તેને તેજ નામ ભારત દ્વારા આપવામાં આવી રહ્યું છે. અંગ્રેજીમાં મ્ૈॅટ્ઠદ્ઘિર્અ લખાતું વાવાઝોડાના નામનું ઉચ્ચારણ ‘બિપરજૉય’ (???????) થાય છે. જેનો અર્થ આપત્તિ થાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થતા વાવાઝોડાના નામ ભારત સહિત કુલ ૧૩ દેશો દ્વારા આપવામાં આવે છે. મહત્વની વાત એ છે કે વાવાઝોડું આકાર લે તે પહેલાથી જ તેના નામ પાડી દેવામાં આવ્યા હોય છે. એટલે કે ૧૩ દેશોઓ દ્વારા સૂચિત કરવામાં આવેલા નામ વાવાઝોડું બને એટલે તેને આપવામાં આવતા હોય છે. જેમ કે ભારતે અગાઉથી તેજ નામ આપેલું છે. આ રીતે મોલદિવે મિધિલી અને ઈરાને હામૂન નામ આપેલા છે.


