નવીદિલ્હી
ગો ફર્સ્ટની બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ ૫૦ મુસાફરોને લીધા વિના ઊડાન ભરી. આ ૫૦ મુસાફરોએ ચેક ઇન અને બોર્ડિંગ વગેરેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. તેમ છતાં ય્ર્હ્લૈજિં ફ્લાઇટ આ ૫૦ મુસાફરો વિના બેંગલુરુથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ગો ફર્સ્ટ આ મામલે તેની આંતરિક તપાસ કરી રહી છે. આ ઘટના ગઈકાલે બની હતી. ગો ફર્સ્ટ આ તમામ ૫૦ મુસાફરોને બેંગ્લોર એરપોર્ટ પર છોડીને અન્ય ફ્લાઇટમાં દિલ્હી મોકલ્યા હતા. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) એ આ સમગ્ર મામલે ગો ફર્સ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ બાદ ડ્ઢઝ્રય્છ ગો ફર્સ્ટ પર જરૂરી કાર્યવાહી કરી શકે છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા મુસાફરો ટિ્વટર પર એરલાઈન્સ પાસેથી જવાબ માંગી રહ્યા છે. તેમાંથી ઘણા લોકોએ તેમની ટિ્વટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ટેગ કર્યા છે. ય્ર્હ્લૈજિંએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. બેંગલુરુ એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોમાંથી એકે લખ્યું કે ફ્લાઈટ ય્૮ ૧૧૬ (મ્ન્ઇ – ડ્ઢઈન્) મુસાફરોને છોડીને ઊડાન ભરી! ૧ બસમાં ૫૦ થી વધુ મુસાફરોને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ માત્ર ૧ બસમાંથી મુસાફરો સાથે ઉપડી હતી. શું જ્રય્ર્હ્લૈજિંટ્ઠૈિુટ્ઠઅજ ઊંઘમાં કામ કરી રહી છે? શું કોઈ ચોક્કસ તપાસ થઈ રહી નથી? મુસાફરોના આ બે ટ્વીટ્સનો જવાબ આપતા, ય્ર્હ્લૈજિં એરલાઈને મુસાફરોને તેમનો ઁદ્ગઇ, સંપર્ક નંબર અને ઈમેલ આઈડી આપવા કહ્યું, જેથી ય્ર્હ્લૈજિં એરલાઈનની ટીમ આ બાબતે તપાસ કરી શકે. આ ઘટના એવા સમયે બની હતી જ્યારે ફ્લાઇટમાં મુસાફરો પાસેથી ખરાબ વર્તન કરવાના અનેક કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણી એરલાઈન્સ આ મામલે તપાસનો સામનો કરી રહી છે. ફ્લાઇટમાં ગેરવર્તણૂકની અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં સહ-યાત્રીઓ પર દારૂ પીવા અને પેશાબ કરવાના બે કેસનો પણ સમાવેશ થાય છે.


