Delhi

ભગવાન શ્રીરામની મૂર્તિ માટે નેપાળથી આવી રહ્યા છે શાલીગ્રામ પથ્થર

નવીદિલ્હી
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરના મુખ્ય મંડપમા નિર્મિત થનારી ભગવાન શ્રીરામની પ્રતિમા માટે નેપાલથી શાલીગ્રામ પથ્થરોનો પ્રથમ જથ્થો અયોધ્યા પહોંચ્યો છે. તેને ટ્રકમાં અયોધ્યા લાવવામાં આવશે. આ શાલીગ્રામ પથ્થર જનકપુરના રસ્તે થઈને લાવી રહ્યા છે. આ પથ્થરનો ઉપયોગ કરીને ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન શ્રીરામની શ્યામ પ્રતિમા બનાવશે. કહેવાય છે કે, આ પથ્થર પર રામ મંદિર ટ્રસ્ટ અંતિમ ર્નિણય લેશે. ટ્રકમાં લાદીને વિશાળ શાલિગ્રામ પથ્થર ફેબ્રુઆરીમાં ઉત્તર પ્રદેશની સરહદથી કુશીનગરમાં પ્રવેશ કરશે. રામ મંદિર ટ્રસ્ટના કામેશ્વર ચૌપાલે શનિવારે જણાવ્યું હતું કે, નેપાળના પોખરામાં આવેલ નારાયણી નદીથી શાલીગ્રામ પથ્થર કાઢવામાં આવ્યા છે. જિઓલોજિકલ તથા આર્કેલોજિકલ વૈજ્ઞાનિકોની દેખરેખમાં તેને બે ટ્રકમાં લાદવામાં આવ્યા છે. એક ટ્રક પર ૨૬ ટન તથા બીજા ટ્રકમાં ૧૪ ટન પથ્થર લાદવામાં આવ્યા છે. બંને પથ્થરને ૨૬ જાન્યુઆરીએ ટ્રક પર લોડ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, રસ્તામાં દરેક જગ્યાએ ટ્રકને રોકીને શ્રદ્દધાળુઓને દર્શન કરવાનો પ્લાન પણ બનાવ્યો છે. તેના માટે સૌથી વધારે કાર્યકર્તાઓનો જથ્થો સાથે ચાલી રહ્યો છે. શિલાઓ અયોધ્યા પહોંચ્યા બાદ ટ્રસ્ટ પોતાનું કામ કરશે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આ શીલાઓ કરોડો વર્ષ જૂની છે. આપને જણાવી દઈએ કે, આ વિશાળ યાત્રામાં લગભગ ૧૦૦ લોકો સાથે ચાલી રહ્યા છે. જેમાં માટે રાત્રિ વિશ્રામની દરેક જગ્યાએ વ્યવસ્થા કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ જિવેશ્વર મિશ્રા, અયોધ્યાથી રાજેન્દ્ર સિંહ પંકજ, નેપાળના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી કમલેન્દ્ર નિધિ અને જનકપુરના મહંત આદિ અયોધ્યા સુધી ચાલી રહ્યા છે. આ યાત્રા જનકપુરથી સહારઘાટ, બેનીપટ્ટી, દરભંગા, મુઝફ્ફરપુર તથા ૩૧ જાન્યુઆરીએ ગોપાલગંજમાં પ્રવેશ કરશે. નેપાળની શાલીગ્રામ નદી ભારતમાં પ્રવેશ કરતા તેનું નામ બદલાઈ જાય છે. ભારતમાં આ નદીને નારાયણી નદીના નામથી ઓળખવામાં આવે છે. શાલીગ્રામ પથ્થર ફક્ત શાલીગ્રામ અથવા નારાયણી નદીમાં જ મળે છે. શ્રી ચૌપાલે કહ્યું કે, શીલાગ્રામ નદીમાંથી શિલાઓ કાઢ્યા બાદ ધાર્મિક અનુષ્ઠાન થયો. પૌરાણિક માન્યતા અનુસાર, શાલીગ્રામ નદીમાંથી પથ્થરો કાઢ્યા બાદ ક્ષમા યાચના પણ કરવી જાેઈએ. સાથે ચાલી રહેલા પુરાતત્વવિદ તથા અયોધ્યા પર કેટલીય પુસ્તક લખી ચુકેલા દેશરાજ ઉપાધ્યાએ જણાવ્યું કે, શાલીગ્રામ પથ્થર ખૂબ જ મજબૂત હોય છે. તેના પર શિલ્પકાર ઝીણવટપૂર્વક આકૃતિ બનાવે છે. આ પથ્થરમાંથી અયોધ્યામાં ભગવાન રામની શ્યામવર્ણી પ્રતિમા બનશે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *