Delhi

ભાજપ ૩ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતવા આ પાર્ટીઓ સાથે કરશે ગઠબંધન!

નવીદિલ્હી
ઉત્તર પૂર્વ ભારતના ૩ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા મ્ત્નઁ એ પોતાની ખાસ રણનીતિ બનાવી છે. ભાજપે નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (દ્ગડ્ઢઁઁ) સાથે ગઠબંધન પર મહોર મારી છે. ૬૦ સીટો ધરાવતી નાગાલેન્ડ વિધાનસભામાં ભાજપ ૨૦ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. બાકીની ૪૦ બેઠકો પર એનડીપીપીના ઉમેદવારોને ટિકિટ મળશે, જે એનઈડીએ એટલે કે નોર્થઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સનો ઘટક છે. મેઘાલય અને ત્રિપુરા ચૂંટણી માટે ભાજપની પણ ખાસ યોજના છે, ચાલો જાણીએ તેના વિશે. જણાવી દઈએ કે આ વખતે મેઘાલયમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે. અહીં દ્ગઈડ્ઢછ ના ઘટક પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી અને મુખ્યમંત્રી કોનરાડ સંગમા ગઠબંધન વિના ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. જાે કે, ૨૦૧૮ માં ચૂંટણી પછી મેઘાલયમાં ૬ પક્ષોનું ગઠબંધન થયું, જેની મદદથી સરકાર ૫ વર્ષ સુધી ચાલી. આ ગઠબંધન સરકારમાં ભાજપના બે ધારાસભ્યો પણ સામેલ હતા. બીજી તરફ ત્રિપુરામાં ભાજપમાં નવી પાર્ટી ટીપ્રા મોથા સાથે ગઠબંધનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ ટીપ્રા મોથાના નેતા પ્રદ્યુત દેબબર્માએ કહ્યું કે જાે ભાજપ અથવા કોઈપણ રાષ્ટ્રીય પક્ષ તેમને ગ્રેટર ટિપ્રા જમીનની લેખિત ખાતરી આપે છે, તો તેઓ તે પક્ષ સાથે જાેડાણ માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે આ મુદ્દે દિલ્હીમાં સીએમ હિમંતા બિસ્વા સરમા અને પ્રદ્યુત દેબબર્મા વચ્ચે બેઠક પણ થઈ છે. જાણો કે ટીપ્રા મોથાને ઝ્રઁસ્ તરફથી ગઠબંધન માટેનો પ્રસ્તાવ મળી ચૂક્યો છે, પરંતુ પાર્ટીના નેતા પ્રદ્યુત દેબબર્માએ ઝ્રઁસ્નો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. પૂર્વોત્તર ભારતમાં ભાજપ પોતાની પકડ જાળવી રાખવા અને વિપક્ષને હરાવવા માટે મજબૂત વ્યૂહરચના પર કામ કરી રહી છે. ત્રણેય રાજ્યોમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી છે ત્યાં પણ ગઠબંધનને લઈને ચર્ચા થઈ રહી છે અથવા તો તેની ચર્ચા થઈ રહી છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *