Delhi

ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ સિંહને તપાસ પુરી ન થાય ત્યાં સુધી હટાવાયા

નવીદિલ્હી
ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો બાદ દિલ્હીના જંતર-મંતર પર બે દિવસથી ચાલી રહેલી કુસ્તીબાજાેની હડતાળનો અંત આવ્યો છે. કુસ્તીબાજાેએ તેમની ફરિયાદોના નિરાકરણની ખાતરી આપ્યા બાદ હડતાલ પાછી ખેંચી છે. તે જ સમયે, બ્રિજ ભૂષણ શરણ સિંહ જ્યાં સુધી આ મામલાની મોનિટરિંગ કમિટી દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી પદની જવાબદારીઓથી હટી જશે.કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે કેન્દ્રીય રમત મંત્રીએ અમારી માંગણીઓ સાંભળી અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું. હું તેમનો આભાર માનું છું અને અમને આશા છે કે નિષ્પક્ષ તપાસ થશે, તેથી અમે વિરોધ પાછો ખેંચી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકા અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલિસ્ટ વિનેશ ફોગાટ સહિત ઘણા રેસલર્સે બ્રિજ ભૂષણ શરણ પર યૌન ઉત્પીડન અને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ખેલાડીઓ સાથે સતત ચર્ચા થઈ રહી છે. બધાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર ગંભીર આરોપો લગાવ્યા અને તેઓ શું સુધારા ઈચ્છે છે, આ વાત પણ સામે આવી છે.ઓવરસાઈટ કમિટીની રચના કરવામાં આવશે. જે આગામી ૪ સપ્તાહમાં તેની તપાસ પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક સમિતિ રોજબરોજની ગતિવિધિઓ પર નજર રાખશે. ત્યાં સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહ પોતાને અલગ રાખશે અને તપાસમાં સહયોગ કરશે.કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી (અનુરાગ ઠાકુરે) તમામ ખેલાડીઓને ખાતરી આપી છે. દરેકને સમજાવવામાં આવ્યું છે. અમે ખેલાડીઓ અમારું આંદોલન પાછું ખેંચી રહ્યા છીએ કારણ કે અમને સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ડબ્લ્યુએફઆઇ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સ્ટાર કુસ્તીબાજાે દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં એમસી મેરી કોમ અને યોગેશ્વર દત્ત જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. બોક્સર મેરી કોમ અને કુસ્તીબાજ યોગેશ્વર ઉપરાંત પેનલમાં તીરંદાજ ડોલા બેનર્જી અને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ પણ સામેલ છે.આઇઓએની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ઈમરજન્સી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં આઇઓએ પ્રમુખ પીટી ઉષા અને જાેઈન્ટ સેક્રેટરી કલ્યાણ ચૌબે ઉપરાંત અભિનવ બિન્દ્રા અને યોગેશ્વર જેવા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. શિવ કેશવને ખાસ આમંત્રિત તરીકે બેઠકમાં હાજરી આપી હતી. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તે ૪ અઠવાડિયામાં તેનો રિપોર્ટ આપશે. શનિવારે તેના સભ્યોની જાહેરાત કરવામાં આવશે.અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે જ્યાં સુધી તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ ફેડરેશનનું કામ સંભાળશે નહીં. આ સમિતિ જ ડબ્લ્યુઆઇના કામકાજ પર નજર રાખશે. બ્રિજભૂષણ સિંહે પણ તપાસમાં સંપુર્ણ સહકાર આપવાની વાત કરી હતી. આ તરફ બજરંગ પુનિયાએ પુણ કહ્યું હતું કે કેન્દ્રીય ખેલ મંત્રીએ અમારી વાતોને સાંભળી હતી અને આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું. બજરેગં વધુમાં જણાવ્યું હતુ કે અમને આશા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે, માટે અને અમારા ધરણા સમાપ્ત કરીએ છીએ.યૌન શોષણના આરોપો મામલે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ અને કુશ્તીબાજાે વચ્ચેનો વિવાદ શુક્રવારે પણ આખો દિવસ ચાલ્યો હતો. બંને પક્ષો અખાડો છોડવા માટે તૈયાર નહોતા.બ્રિજભૂષણ શરણ સિંહ સવારે પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી. બપોરે ૧૨ વાગે કહ્યું કે રાજીનામું આપવાનો સવાલ જ થતો નથી. જાે હું મારું મોંઢું ખોલીશ, તો સુનામી આવી જશે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *