નવીદિલ્હી
વિશ્વના મહાન વિકેટકીપરોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની (સ્જી ડ્ઢર્રહૈ) આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે પરંતુ તે ૈંઁન્માં રમે છે. હવે લાગે છે કે આઈપીએલમાંથી તેની વિદાયનો સમય પણ નજીક આવી રહ્યો છે. અમે નહીં પરંતુ તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીએ આ દાવો કર્યો છે. વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ લીગ ૈંઁન્ની આગામી સિઝન (ૈંઁન્-૨૦૨૩)નું શેડ્યૂલ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) એ આ પ્રતિષ્ઠિત ્૨૦ લીગની ૧૬મી સિઝન માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. સિઝનની પ્રથમ મેચ ૩૧ માર્ચે રમાશે, જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ જ સમયે, ફાઇનલ મેચ ૨૮ મેના રોજ રમાશે. ક્રિકેટમાં ‘થાલા’ તરીકે ઓળખાતા ધોની માટે આ ૈંઁન્ની છેલ્લી સિઝન સાબિત થઈ શકે છે. તે પોતાની છેલ્લી મેચ ૧૪ મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમી શકે છે. જાે ઝ્રજીદ્ભ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ જાય તો ૈંઁન્માં ધોનીની વિદાય મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (ઝ્રજીદ્ભ દૃજ દ્ભદ્ભઇ) સામે થઈ શકે છે. તે વર્ષ ૨૦૦૮ એટલે કે શરૂઆતની સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના એક અધિકારીને ટાંકીને વેબસાઈટ ઈન્સાઈડ સ્પોર્ટે કહ્યું, “હા, એક ખેલાડી તરીકે એમએસ ધોનીની આ છેલ્લી સિઝન હશે. અત્યાર સુધી અમને મળેલી આ છેલ્લી માહિતી છે. દેખીતી રીતે આ તેમનો અંગત ર્નિણય છે. તેમણે ટીમ મેનેજમેન્ટને સત્તાવાર રીતે કહ્યું નથી કે તે નિવૃત્તિ લેશે. પ્રશંસકો માટે સારા સમાચાર છે કે આઈપીએલ ચેન્નાઈમાં તેઓ પાછા આવી રહ્યાં છે. પરંતુ ધોની તેની છેલ્લી સિઝન રમશે તે પ્રશંસકો માટે ઝટકો હશે, ૪૧ વર્ષના ધોનીએ આઈપીએલની ચેલ્લી સિઝનમાં જાડેજાને ટીમની કમાન સોંપી દીધી હતી પણ આ ઓલરાઉન્ડર ટીમને સફળતા અપાવી શક્યો નથી. આ કારણે જાડેજા પાસેથી ફરીથી ધોનીને કેપ્ટનશીપ આપવામાં આવી હતી.


