Delhi

યુપીમાં ૫૦૦ કરોડના ખર્ચે ફ્રોઝન પોટેટો – ફ્રેન્ચ ફ્રાઈસ યુનિટ સ્થાપશે ગુજરાતની ફૂડ્‌સ કંપની

નવીદિલ્હી
ઇસ્કોન બાલાજી ફૂડ્‌સ, ગુજરાતમાં એક દાયકા કરતાં વધુ સમયથી ફ્રોઝન બટાકાની નિકાસ સાથે સંકળાયેલી કંપની છે, તેનો પંજાબમાં પણ મોટો પ્લાન્ટ છે. ગુજરાત, પંજાબ બાદ હવે કંપની ઉત્તર પ્રદેશમાં પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ અંગે વધુ માહિતી આપતા ઈસ્કોન બાલાજી ફૂડ્‌સના અગ્રણી પ્રવિણભાઈ કોટકે જણાવ્યું હતું કે, “અમે બટાકાની વિવિધ પ્રોડક્ટ્‌સ બજારમાં લાવવા માંગીએ છીએ. હાલમાં અમે વાર્ષિક ૧.૫૦ લાખ ટન ફ્રેંચ ફ્રાઈસ પ્રોસેસ કરીએ છીએ. ઉપરાંત, કુલ ૨૦ હજાર ટન ડિહાઇડ્રેટેડ બટાકાની પ્રક્રિયા પણ કરીએ છીએ. અમે ટૂંક સમયમાં ગુજરાતમાં હિંમતનગર ખાતે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ પણ સ્થાપીશું.” મ્૨મ્ હેઠળ, ઇસ્કોન બાલાજી ફૂડ્‌સ ૈં્‌ઝ્ર, હલ્દીરામ જેવી મોટી કંપનીઓને ડિહાઇડ્રેટેડ પોટેટો ફ્લેક્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ સપ્લાય કરે છે. તાજેતરમાં યુપી સરકારના મંત્રીઓ એકે શર્મા, જિતિન પ્રસાદ અને અનેક અધિકારીઓ રોડ શો કરવા ગુજરાત આવ્યા હતા. તે જ સમયે કંપનીએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની હાલમાં ભારતના ૨૦૦ શહેરો અને વિશ્વના ૨૦ દેશોમાં તેનો પોટેટો પ્રોડક્ટ્‌સ સપ્લાય કરી રહી છે. ગુજરાતમાં ઈસ્કોન ગ્રુપની ઓળખ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે છે. નવું રોકાણ ઉત્તર પ્રદેશના અલીગઢ અને ગુજરાતના હિંમતનગરમાં નવા પ્લાન્ટ સ્થાપ્યા પછી, કંપની આક્રમક રીતે તેની ફૂડ બ્રાન્ડ હંગ્રીટોસને મ્૨ઝ્રમાં લોન્ચ કરશે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *