નવીદિલ્હી
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શુક્રવારના રોજ રેકોર્ડ બનાવી દીધો છો. રવિન્દ્ર જાડેજા બીજા નંબરે સૌથી ફાસ્ટ ક્રિકેટર, સૌથી ફાસ્ટ ૨૫૦ વિકેટ લેનાર અને ૨,૫૦૦ ટેસ્ટ રન બનાવનાર ક્રિકેટર બની ગયા છે. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ઈંનિંગમાં ૪૬મી ઓવરમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ૨૫૦ વિકેટ ઝડપનાર ભારતનો આઠમો બોલર બન્યો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના જીવનની ૬૨મી ટેસ્ટ મેચ દરમિયાન આ ઉપલબ્ધિ મેળવી છે. ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવે ૬૫મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ઈયાન બોથમ બાદ બીજા નંબરે સ્થાન મેળવ્યું છે. ઈયાન બોથમે ૫૫મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ઇમરાન ખાન, કપિલ દેવ અને રિચર્ડ હેડલી આ સૂચિમાં અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ૩૪ વર્ષે આ ઉપલબ્ધિ મેળવનાર યાદીમાં રવિચંદ્રન અશ્વિન, અનિલ કુંબલે અને કપિલ દેવ બાદ રવિન્દ્ર જાડેજાનું નામ આવે છે. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ મેચમાં ૨૫૦ વિકેટ લેનાર, સૌથી વધુ ૨,૫૦૦ રન કરનાર ૧૪માં નંબરનો ખેલાડી બની ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટ મેચમાં ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુક્રવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા ૭૮.૪ ઓવરમાં ૨૬૩ રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક ૮૧ રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બે ૭૨ રન ફટકારીને નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન અને જાડેજાને ૩-૩ વિકેટ મળી હતી. આ ટેસ્ટ મેચમાં સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયરને તક આપવામાં આવી હતી. ચેતેશ્વર પૂજારાની આ ૧૦૦મી ટેસ્ટ છે. ચેતેશ્વર પૂજારા ભારત તરફથી ૧૦૦મી ટેસ્ટ રમનાર ૧૩મો ક્રિકેટર બન્યો છે.


