Delhi

રાહુલ ગાંધીએ પીએમ મોદીને કહ્યાં અહંકારી રાજા

દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે નવી સંસદ ભવનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. સંસદના ઉદ્‌ઘાટન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી છે. એક ટિ્‌વટમાં પૂર્વ સાંસદ રાહુલે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજાેના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, “રાજ્યભિષેક પૂર્ણ થયો – ‘અહંકારી રાજા’ રસ્તાઓ પર જનતાના અવાજને કચડી રહ્યા છે.” નવા સંસદભવનના ઉદ્‌ઘાટનને લઈને વિપક્ષ અને ભાજપ સરકાર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી સામસામે ટક્કર ચાલી રહી છે. વાસ્તવમાં વિપક્ષ ઈચ્છતો હતો કે નવી સંસદનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદીના હાથે નહીં પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે થવું જાેઈએ.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *