Delhi

સચિન તેન્ડુલકરના દીકરા અર્જુનને શું આ વખતે MI તેને ચાન્સ આપશે ખરા?…

નવીદિલ્હી
મુંબઈ ઈન્ડિયન્સ ૈંઁન્ના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે, સ્ૈં કુલ ૫ વખત ચેમ્પિયન બની ચૂકી છે. પરંતુ ૈંઁન્ ૨૦૨૨ પછી ટીમની શરુઆત સારી રહી નથી. ્‌૨૦ લીગની ૧૬મી સિઝનની વાત કરીએ તો ટીમ પોતાની બન્ને મેચ હારી ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૈંઁન્ ૨૦૨૩માં સારી શરુઆત કરી શકી નથી. ટીમે બન્ને શરુઆતની મેચ ગુમાવી દીધી છે. એવામાં પ્લેઈંગ ઠૈંમાં બદલાવ કરવામાં આવી શકે છે. પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરને હાલની સીઝનમાં ડેબ્યુ કરવાનો ચાન્સ મળી શકે છે. પાછલા દિવસોમાં તેણે ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યુ કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૈંઁન્ ૨૦૨૩ની ૧૨ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર હારી ગઈ હતી. આ પહેલા ઇઝ્રમ્એ તેને ૮ વિકેટથી હરાવી હતી. એવામાં હવે ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પૂર્વ દિગ્ગજ સચિન તેન્ડુલકરનો દીકરો અર્જુન લાંબા સમયથી ટીમ સાથે છે. તેને આગામી મેચમાં તક મળી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ ૧૨ એપ્રિલે દિલ્હી કેપિટલ સામે રમાવાની છે. ૨૩ વર્ષના ઓલ રાઉન્ડર અર્જુન તેન્ડુલકરની ૫ ખુબીઓ મુંબઈ ઈન્ડિયન્સને ફાયદો કરાવી શકે છે. જેમાં પહેલી ખુબી છે કે અર્જુનની બોલિંગ અને બેટિંગ બન્નેથી ટીમને ફાયદો થઈ શકે છે. અર્જુન તેન્ડુલકરે ડિસેમ્બર ૨૦૨૨માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યુ કર્યું હતું. ગોવા તરફથી રમીને તેણે રાજસ્થાન સામે ડેબ્યુ મેચમાં સદી ફટકારી હતી. એટલે કે બેટિંગમાં નીચલા ક્રમે ટીમમાં યોગદાન આપવા માટે સમક્ષમ છે. તે ડાબોડી ફાસ્ટ બોલર પણ છે. બોલર અર્જુન તેન્ડુલકરે અત્યાર સુધીમાં ૭ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૧૨ વિકેટ લીધી છે. જ્યારે ૯ ્‌૨૦ મેચમાં ૧૭ની એવરેજ સાથે ૧૨ વિકેટ લીધી છે. જેમાં ૧૦ રન આપીને ૪ વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે, જેમાં ઈકોનોમી રેટ ૭થી ઓછો હતો. જે ્‌૨૦ ફોર્મેટની દ્રષ્ટીએ મહત્વનું છે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો જસપ્રીત બુમરાહથી લઈને હાર્દિક પંડ્યા સુધીના ખેલાડી સારું પ્રદર્શન કરી ચૂક્યા છે અને તેઓ ટીમ ઈન્ડિયામાં પહોંચ્યા છે. એવામાં અર્જુન તેન્ડુલકર પણ ૈંઁન્ની રાહ જાેઈને બેઠો છે. કાયરન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાના ગયા પછી રોહિત શર્માની ટીમને એક સારા ઓલરાઉન્ડરની જરુર હતી. અર્જુન આ કમીને દૂર કરી શકે છે. અર્જુન તેન્ડુલકર યુવાન છે અને મેદાનમાં ફિલ્ડિંગથી પણ મેચને બદલી શકે છે. મુંબઈ ઈન્ડિયનના ઘણાં ખેલાડીઓ ઈન્જરી સામે ઝઝુમી રહ્યા છે. જસપ્રીત બુમરાહ બહાર છે. જ્યારે જાેફ્રા આર્ચર પણ સતત ઈજાના કારણે પરેશાન છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *