નવીદિલ્હી
પોતાની સમલૈંગિકતાનો ખુલ્લેઆમ સ્વીકાર કરનાર વરિષ્ઠ વકીલ સૌરભ ક્રિપાલે સરકારના વાંધાઓ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સૌરભને દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. સરકારને સૌરભ ગે (સમલૈંગિક) હોવા સામે વાંધો છે. સરકારને લાગે છે કે, સૌરભ પક્ષપાતી બની શકે છે. અહીં, કોલકાતામાં સાહિત્યિક મીટ દરમિયાન સૌરભે કહ્યું કે, દરેક ન્યાયાધીશનો કોઈને કોઈ પ્રકારનો દ્રષ્ટીકોણ હશે. સૌરભ ક્રિપાલે કહ્યું કે, તમે એક ખાસ વિચારધારા સાથે જાેડાયેલા હોવાથી તમે પક્ષપાતી છો એવું કહેવું યોગ્ય નથી અને આ કારણોસર ન્યાયાધીશોની નિમણૂક અટકાવવી જાેઈએ નહીં. બેન્ચ પર વિવિધતાની જરૂરિયાત અંગે, સૌરભે જણાવ્યું હતું કે “હાલમાં ભારતીય ન્યાયતંત્ર મોટાભાગે ઉચ્ચ જાતિ અને વિજાતીય ન્યાયાધીશોથી બનેલું છેપ આ બધામાં ચોક્કસ પ્રકારનો પૂર્વગ્રહ છે. આવી સ્થિતિમાં, ફક્ત એટલું જ કહેવું કે તમે કોઈ ચોક્કસ વિચારધારાના છો, તેથી તમે પાત્ર નથી. આ દરમિયાન તેમણે કહ્યું કે, જ્યારે તેઓ બંધારણમાં કોઈ અસ્પષ્ટ શબ્દનું અર્થઘટન કરે છે, ત્યારે અનિવાર્યપણે તે ચોક્કસ શબ્દનો અર્થ સમૃદ્ધ ઉચ્ચ જાતિના પરિવારમાંથી આવતા વ્યક્તિ માટે અલગ હોય છે અને દલિત અને સ્ત્રી માટે અલગ હોય છે. કોલેજિયમ સિસ્ટમના સવાલ પર સૌરભ ક્રિપાલે કહ્યું કે, તમે જે પણ નવી સિસ્ટમ બનાવો છો, તે જરૂરી છે કે જજાેની નિમણૂકમાં જજાેની બહુમતી અકબંધ રહે.


