Delhi

સરકારે દેશની સુરક્ષા માટે ખતરા સમાન ૧૪ મેસેન્જર મોબાઈલ એપ્સને કરી બ્લોક

નવીદિલ્હી
સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના અહેવાલ પર, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી ૧૪ મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે.અહેવાલો અનુસાર, ઘણી એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે, કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આ એપ્સનો સંદેશાવ્યવહાર માટે ઉપયોગ કરીને તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ સાથે વાતચીત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે સરકારને જાણ થઈ, ત્યારે જાણવા મળ્યું કે આ એપ્સના પ્રતિનિધિઓ ભારતના નથી અને ભારતીય કાયદા મુજબ, માહિતી મેળવવા માટે તેમનો સંપર્ક કરી શકાયો નથી. એજન્સીઓએ ઘણી વખત એપ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક કરવા માટે તેમની પાસે ભારતમાં કોઈ ઓફિસ નહોતી. રિપોર્ટ અનુસાર, આમાંની મોટાભાગની એપ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે યૂઝર્સ પોતાની ઓળખ છુપાવી શકે અને તેમના ફીચર્સને કારણે તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે જાણવું મુશ્કેલ બની ગયું. બહુવિધ એજન્સીઓ દ્વારા જાણ કરવામાં આવતા, હોમ અફેર્સે શોધી કાઢ્યું કે આ મોબાઈલ એપ્સ આતંકવાદીઓ અને તેમના સમર્થકોને પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં મદદ કરે છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના કોમ્યુનિકેશન નેટવર્કને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જે એપ્સ બ્લોક કરવામાં આવી છે તેના સર્વર અલગ-અલગ દેશોમાં છે જેના કારણે તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. એપ્સમાં ઉપલબ્ધ હેવી એન્ક્રિપ્શનને કારણે આ એપ્સને અટકાવવાનો કોઈ રસ્તો નથી.અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓના મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરવામાં આવેલી એપ્સમાં આ એપ્સ મળી આવી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *