Delhi

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો

નવીદિલ્હી
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઝ્રડ્ઢજીર્ઝ્રં)ના તપાસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ૪૮ દવાઓના સેમ્પલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં ફેલ થયા છે. આ દવાઓમાં હાર્ટ ડિસીઝમાં વપરાતી દવા પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, ગયા મહિને દવાઓના કુલ ૧૪૯૭ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ૪૮ દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ નથી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઝ્રડ્ઢજીર્ઝ્રં)ના તપાસ રિપોર્ટમાં ઉત્તરાખંડમાં બનેલી ૧૪ દવાઓનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં ૧૩ દવાઓ, કર્ણાટકમાં ૪, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ૨-૨ અને ગુજરાત, મધ્ય પ્રદેશ, સિક્કિમ, જમ્મુ અને પુડુચેરીની પણ ૧-૧ મેડિસીનનો સમાવેશ થાય છે. ઝ્રડ્ઢજીર્ઝ્રં ના રિપોર્ટ અનુસાર, આ દવાઓમાં ન્અર્ષ્ઠॅીહી સ્ૈહીટ્ઠિઙ્મ જીઅિેॅ જેવી દવાઓ પણ સામેલ છે, જેનો ઉપયોગ લોકો મોટી માત્રામાં કરે છે. આ સિવાય વિટામીન સી ઈન્જેક્શન, ફોલિક એસિડ ઈન્જેક્શન, આલ્બેન્ડાઝોલ, કૌશિક ડોક-૫૦૦, નિકોટીનામાઈડ ઈન્જેક્શન, એમોક્સાનોલ પ્લસ અને અલ્સીફ્લોક્સ જેવી દવાઓ પણ છે. આ દવાઓનો ઉપયોગ વિટામિનની ઉણપને દૂર કરવા, હાઈ બીપીને નિયંત્રિત કરવા, એલર્જી અટકાવવા, એસિડ કન્ટ્રોલ અને ફૂગના ચેપને દૂર કરવા માટે થાય છે. આ દવાઓમાં એક જાણીતી કંપનીની ટૂથપેસ્ટ પણ ફેલ જાેવા મળી છે, જેનો લોકો ખૂબ ઉપયોગ કરે છે. જે દવાઓ ટેસ્ટમાં ફેલ થઈ છે તેને લઈને ફાર્મા કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. તમામ દવા નિરીક્ષકોને ફાર્મા કંપનીઓની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ટેસ્ટમાં નિષ્ફળ ગયેલી દવાઓને બજારમાંથી પાછી ખેંચી લેવાની પણ વાત થઈ છે. સીડીએસસીઓ દ્વારા દર થોડા મહિને વિવિધ ફાર્મા કંપનીઓની દવાઓના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૫૦ જેટલી દવાઓ ફેલ થઈ હતી. તેમાં એન્ટિબાયોટિક દવાઓનો પણ સમાવેશ થાય છે.

File-01-Paga-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *