નવીદિલ્હી
માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત છે. શ્વાનનો દરેક જગ્યાએ કહર યથાવત છે. જાે અચાનક શ્વાન ભસવા લાગે અને વાહન પાછળ દોડવા લાગે તો હંમેશા લોકો ડરી જતાં હોય છે. આવા જ સમયે અકસ્માત થવાનો પણ ભય વધી જાય છે. આવી જ એક ઘટના ઓડિસાના બેહરામપુરમાં બની છે. જ્યાં સ્કુટી પર જઈ રહેલી મહિલા પાછળ રખડતાં શ્વાનનું ટોળું પડ્યુ હતુ. અને ભસવા લાગ્યા હતા. જેથી ડરી ગયેલી મહિલાએ સ્કુટી ફૂલ સ્પીડમાં ભગાડી હતી. જે બાદ મહિલાએ પોતાનું બેલેન્સ ગુમાવ્યુ હતુ અને સીધી જ પાર્ક કરેલી કાર સાથે અથડાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના ત્યાંના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ છે. મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં સ્કુટી પર સવાર તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. વીડિયો સુમસામ જગ્યાનો હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે રસ્તા પરથી કોઈપણ ગાડીઓની અવર જવર કરતા દેખાઈ રહ્યા નથી.


