Delhi

‘૧૫ કરોડ માટે થઈને મારા પતિએ સતીશ કૌશિકને મારી નાખ્યા’, કોણે લગાવ્યો ગંભીર આરોપ

નવીદિલ્હી
બોલીવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકના મોતને લઈને દિલ્હીમાં એક મહિલાએ સનસનીખેજ દાવો કર્યો છે. મહિલાનું નામ સાનવી માલૂ છે. સાનવી દિલ્હીના બિઝનેસમેન અને કુબેર ગ્રુપના ડીરેક્ટર વિકાસ માલૂની બીજી પત્ની છે. સાનવીએ દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખીને કહ્યું કે, તેના પતિએ ૧૫ કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા કરી નાખી. સાનવીએ પોતાના પત્રમાં આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સતીશ કૌશિકે તેના પતિ વિકાસ માલૂને ૧૫ કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. સતીશ પોતાના પૈસા પાછા માગી રહ્યા હતા. તેના માટે તેઓ એક વિરા વિકાસને દુબઈમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે તેના પર બોલાચાલી પણ થઈ હતી. વિકાસે કૌશિકને પૈસા પાછા આપવાનું વચન પણ આપ્યું હતું. સાનવીએ આગળ લખ્યું કે, સતીશ કૌશિક વિકાસના ફાર્મહાઉસમાં બીમાર થયા હતા. આ દરમિયાન બની શકે કે, વિકાસે તેમને ઝેર આપી દીધું હોય, જેથી ૧૫ કરોડ પાછા આપવા ન પડે. આપને જણાવી દઈએ કે, સાનવી ગત વર્ષે જ પતિ વિકાસ માલૂ પર રેપનો આરોપ લગાવ્યો હતો. જાે કે, પોલીસે સતીશ કૌશિકના મોતમાં કોઈ ષડયંત્ર ન હોવાનું કહ્યું છે અને તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવાયુ છે કે, અભિનેતાનું મોત હાર્ટ અટેકના કારણે થયું છે. તો વળી કૌશિકના પરિવારે પણ કોઈ આરોપ લગાવ્યો નથી.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *