Delhi

૨, ૯ અને ૧૬ એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ, નવી તારીખ વેબસાઈટ પર થશે જાહેર

નવીદિલ્હી
ગુજરાત જાહેર સેવા આયોગ (ય્ઁજીઝ્ર)ની પરીક્ષાની આતુરતાથી રાહ જાેતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે. આગામી ૨, ૯ અને ૧૬મી એપ્રિલે ય્ઁજીઝ્રની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મુલતવી રાખવામાં આવી છે. ૯ એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનારી પરીક્ષાને કારણે ય્ઁજીઝ્રની પરીક્ષા મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. ૯ એપ્રિલના રોજ પરીક્ષા યોજાશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે ૦૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૧૧થી ૧૨ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે. આજે ય્ઁજીઝ્રએ જાહેરાત કરી છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની એપ્રિલ ૨૦૨૩ના રોજ વહીવટ/હિસાબની જુનિય૨ ક્લાર્કની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવ્યું છે. ત્યારે ય્ઁજીઝ્ર દ્વારા તા. ૨, ૯, ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાના૨ી (જા.ક્ર. ૨૦/૨૦૨૨-૨૩) ગુજરાત વહીવટી સેવા, વર્ગ- ૧અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરી છે. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયે આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જાેતા રહેવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *