Delhi

અડધી ફાટેલી હશે તો પણ પુરા પૈસા મળશે, ક્યાં બદલી શકશો આવી નોટ, જાણો ઇમ્ૈંનો નિયમ

નવીદિલ્હી
પર્સમાં રાખેલ ફાટેલી-તૂટેલી નોટ નહીં ચાલતા કેટલાય લોકોને ખરીદી કરવામાં મુશ્કેલીઓ આવતી હોય છે, કારણ કે, મોટા ભાગના દુકાનદારો આવી નોટો લેવાની ઘસીને ના પાડી દેતા હોય છે. આમ તો ખરાબ નોટ બેન્કમાં બદલી શકાય છે, પણ જાણકારી ન હોવાના કારણે અમુક લોકો બેન્કમાં નહીં જતાં બજારોમાં બેઠેલા દલાલો પાસે નોટો બદલાવી નાખતા હોય છે. જાે કે, તેના બદલામાં દલાલો તેમને ઓછા પૈસા આપતા હોય છે. જાે આપની પાસે પણ ફાટેલી-તૂટેલી જૂની નોટો પડી છે, તો આપ સરળતાથી તેને બેન્કમાં જઈને બદલાવી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાની ગાઈડલાઈન અનુસાર, જાે કોઈ બેન્ક આવું કરવાની ના પાડે છે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ સકે છે. બેન્ક દ્વારા ફાટેલી-તૂટેલી નોટ નહીં બદલવાની સ્થિતીમાં ગ્રાહક આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર તેની ઓનલાઈન ફરિયાદ કરી શકે છે. રિઝર્વ બેન્કના સર્કુલર અનુસાર, ફાટેલી-તૂટેલી નોટ બદલવા માટે એક નિશ્ચિત મર્યાદા હોય છે. એક વ્યક્તિ એક વખતમાં વધુમાં વધુ ૨૦ નોટ બદલી શકે છે. પણ તેની કુલ કિંમત ૫ હજાર રુપિયાથી વધારે હોવી જાેઈએ નહીં. તો વળી એકદમ સળગી ચુકેલી, ફાટેલી નોટન બેન્કમાં બદલી શકાતી નથી. કારણ કે, આ ફક્ત આરબીઆઈના ઈશ્યૂ ઓફિસમાં જ જમા કરી શકાય છે.ફાટેલી નોટના બદલામાં તેના પર કેટલા રૂપિયા મળશે, તે એ વાત પર ર્નિભર કરે છે કે, નોટ કેટલી ફાટેલી છે. ૨૦૦૦ રૂપિયાની નોટનો ૮૮ વર્ગ સેન્ટીમીટર ભાગ હોવા પર આખી કિંમત મળશે. તો વળી ૪૪ વર્ગ સેન્ટીમીટર હોવા પર અડધી રકમ મળશે. આવી જ રીતે જાે ૨૦૦ રૂપિયાની નોટનો ૭૮ વર્ગ સેન્ટીમીટર ભાગ સુરક્ષિત છે, તો પુરા પૈસા મળશે. પણ ૩૯ વર્ગ સેન્ટીમીટર પર અડધા પૈસા જ મળશે. આરબીઆઈનું કહેવું છે કે, જૂની અને ફાટેલી નોટ સરળતાથી બદલી શકાય છે અને તેના માટે બેન્ક આપની પાસે કોઈ ચાર્જ વસૂલતી નથી. પણ જાે નોટ એકદમ સળગેલી છે અથવા તેના કેટલાય ટુકડા થઈ ચુક્યા છે, તો આવી સ્થિતીમાં નોટને બદલી શકાશે નહીં. કારણ કે, જાે બેન્ક અધિકારીને લાગે છે કે, નોટને ફા઼ડવામાં આવે છે, તો બેન્ક તેનો સ્વીકાર નહીં કરે.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *