Delhi

અફઘાનિસ્તાનમાં ભારત સહિત ૩ દેશોના દૂતાવાસને ઉડાવી દેવાની ધમકી મળી

નવીદિલ્હી
ખતરનાક આતંકવાદી સંગઠન ૈંજીૈંન્-દ્ભએ અફઘાનિસ્તાનમાં ભારત, ચીન અને ઈરાનના દૂતાવાસો પર આતંકી હુમલા કરવાની ધમકી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, ‘ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ એન્ડ ધ લેવન્ટ-ખોરાસન’ (ૈંજીૈંન્-દ્ભ) પાસે મોટી સંખ્યામાં લડવૈયાઓ છે અને તેઓ સંકેતની રાહ જાેઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૈંજીૈંન્-દ્ભ ઈચ્છે છે કે ભારત, ચીન અને ઈરાન પોતાના દૂતાવાસ બંધ કરી દે, તે સંયુક્ત રાષ્ટ્રના દેશો વચ્ચેના સંબંધોને નબળા પાડવા માંગે છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૈંજીૈંન્-દ્ભની ગતિવિધિઓ મધ્ય અને દક્ષિણ એશિયામાં એક મોટો આતંકવાદી ખતરો છે. આનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાેખમાય છે. સભ્ય દેશોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો પર કેન્દ્રિત ૧૬મા રિપોર્ટમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, ૈંજીૈંન્-દ્ભના ઈરાદા સારા નથી, તે અફઘાનિસ્તાનમાં અને બહાર આતંકી હુમલા કરી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ૈંજીૈંન્-દ્ભએ પોતાને તાલિબાનના “પ્રથમ હરીફ” તરીકે સ્થાન આપ્યું છે અને તે સાબિત કરવા માંગે છે કે તાલિબાન દેશમાં સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરક્ષાને લઈને ચિંતિત કેટલાક દેશોએ હાલમાં જ અફઘાનિસ્તાન છોડી દીધું છે. આનાથી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવી અશક્ય બની ગઈ છે. ૈંજીૈંન્-દ્ભ ઈચ્છે છે કે, તાલિબાન નબળા હોય અને અન્ય દેશો સાથે તેના સંબંધો મજબૂત ન હોવા જાેઈએ.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *