નવીદિલ્હી
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ઇમારત ધરાશાયી છે. સોનલ સિનેમા નજીક ઇમારત ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી છે. ગોલ્ડન ફ્લેટ નામની ઇમારત ધરાશાયી થઈ હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો છે. કોલ મળતા જ પાંચ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેટલા લોકો આ ઈમારતમાં દબાયા તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ઘરાશાયી થયેલી બિલ્ડીંગ ૩૫ વર્ષ જૂની હોવાની માહિતી સામે આવી છે.


