નવીદિલ્હી
આજે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં કોલકતાનો શાનદાર વિજય થયો હતો. આ મેચમાં કોલકાતાએ છેલ્લા બોલે રોમાંચક વિજય મેળવ્યો હતો. રીંકું સિંઘે છેલ્લી ઓવરમાં ૨૯ રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મળેલા ૨૦૫ રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા રહેમાનુલ્લા ગુરબાજ અને એન જગદીસન આઉટ થઈ જતાં દ્ભદ્ભઇ ને શરૂઆતી આંચકો લાગ્યો હતો. કેપ્ટન નીતિશ રાણાએ વેંકટેશ અય્યર સાથે મળીને ૧૦૦ રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં પાછી લાવી હતી અને જીતનો પાયો નાખ્યો હતો. ૪૬ રનની ઇનિંગ રમ્યા બાદ કેપ્ટન નિતિશ રાણાની વિકેટ પડી હતી. ડાબોડી બેટર વેંકટેશ અય્યરે ૨૬ બોલમાં ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે તોફાની ફિફ્ટી ફટકારી હતી. ત્યાર પછી તે ૪૦ બોલમાં ૮૩ રનની ઇનિંગ રમીને અલ્ઝારી જાેસેફના બોલ પર આઉટ થયો હતો. છેલ્લી ઓવરમાં કોલકાતાની ટીમને જીતવા માટે ૨૯ રનની જરૂર હતી અને કેપ્ટન રાશિદ ખાને બોલ યશ દયાલને સોંપ્યો હતો. આ કેપ્ટનની ભૂલ સાબિત થઈ હતી. દયાલના પ્રથમ બોલ પર ૧ રન આવ્યો હતો અને દ્ભદ્ભઇ ના ચાહકોને લાગ્યું કે તેઓ કદાચ મેચ જીતી શકશે નહીં પરંતુ ત્યાર પછી સ્ટ્રાઈક પર આવેલા રિંકુ સિંહે કંઈક અલગ જ વિચાર્યું હતું. તેણે સતત ૫ બોલમાં ૫ સિક્સર ફટકારીને ટીમ માટે ઐતિહાસિક જીત નોંધાવી હતી. છેલ્લા બોલે પણ તેણે જ્યારે ૧ બોલમાં ૪ રનની જરૂર હતી ત્યારે સિક્સ ફટકારી હતી. આજની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન હાર્દિકની જગ્યાએ વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. કેપ્ટન પંડ્યાની તબિયત ખરાબ હોવાના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ રાશિદે કેપ્ટન્સી કરી હતી. કોલકાતાએ આજની મેચમાં એન જગદીશનને તક આપી હતી. કોલકાતા સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સની કમાન રાશિદ ખાનના હાથમાં રહી હતી. નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા આજની મેચ રમ્યો નહોતો. ટોસ સમયે રાશિદે કહ્યું હતું કે હાર્દિકની તબિયત સારી નથી, આ કારણે તે મેચ નથી રમી રહ્યો. અને રાશીદની કેપ્ટન્સીમાં ગુજરાતે ૈંઁન્ ૨૦૨૩ માં પ્રથમ હાર નોંધાવી હતી. ગુજરાત ટાઇટન્સ સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર , ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન (કેપ્ટન), અલઝારી જાેસેફ, મોહમ્મદ શમી, જાેશુઆ લિટલ, યશ દયાલ. અને કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ વેંકટેશ ઐયર, રહેમાનુલ્લા ગુરબાઝ (ુા), એન જગદીશન, નીતિશ રાણા (ષ્ઠ), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે.
