નવીદિલ્હી
ટીમ ઈંડિયા વધુ એક મોટી મેચ રમવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તોથી અને અંતિમ ટેસ્ટ ૯ માર્ચે અમદાવાદમાં રમાશે. સીનિયર સ્પિનર આર અશ્વિન મેચમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે. ટીમ ઈંડિયા આ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા પણ બનાવવા માગશે. આર અશ્વિન હાલમાં સારા ફોર્મમાં છે. સીનિયર બોલર અને ઓફ સ્પિનર અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૪ મેચની ટેસ્ટ સીરીઝમાં અત્યાર સુધીમાં ૧૮ વિકેટ લઈ ચુક્યો છે. સીરીઝની અંતિમ મેચ ૯ માર્ચે અમદાવાદમાં રમાશે. ભારતીય ટીમ હાલ સીરીઝમાં ૨-૧થી આગળ છે. ટીમ ઈંડિયા માટે ચોથી અને અંતિમ ટેસ્ટ ખૂબ જ મહત્વની છે. રોહિત શર્માની આગેવાનીમાં આ ટીમ મેચ જીતી લે છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા પણ બનાવી લેશે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટને કંગારુ ટીમે ૯ વિકેટે જીતીને શાનદાર વાપસી કરી હતી. આર અશ્વિનનો ટેસ્ટ રેકોર્ડ જાેઈએ તો, અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૨૧ ટેસ્ટમાં ૨૯ની સરેરાશથી ૧૦૭ વિકેટ લઈ ચુક્યા છે. ૬ વાર ૫ અને એક વાર ૧૦ વિકેટ લેવાનું પણ કરતબ કરી બતાવ્યું છે. ૧૦૩ રન આપીને ૭ વિકેટ બેસ્ટ પ્રદર્શન છે. ચોથી ટેસ્ટમાં આર અશ્વિન જાે ૫ વિકેટ લે છે, તો તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર બની જશે. હાલમાં આ રેકોર્ડ પૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલેના નામે છે. તેમણે ૨૦ ટેસ્ટમાં ૧૧ વિકેટ લીધી છે. પૂર્વ ભારતીય કપ્તાન અનિલ કુંબલે ટેસ્ટની એક ઈનિંગ્સમાં તમામ ૧૦ વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે. કુંબલે અને અશ્વિન ઉપરાંત અન્ય કોઈ ભારતીય બોલર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૧૦૦ના આંકડા સુધી પહોંચી શક્યો નથી. પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ ૯૫ વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.૩૬ વર્ષના આર અશ્વિનના ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો, તે ૯૧ ટેસ્ટમાં ૨૪ની સેરરાશથી ૪૬૭ વિકેટ લઈ ચુક્યો છે. ૩૧ વાર ૫ અને ૭ વાર ૧૦ વિકેટ લેવાનો તેનો રેકોર્ડ છે. ૫૯ રન આપીને ૭ વિકેટ બેસ્ટ પ્રદર્શન કર્યું છે. તેમણે ૧૧૩ વનડેમાં ૧૫૧ જ્યારે ૬૫ ટી ૨૦માં ઈન્ટરનેશનલમાં ૭૨ વિકેટ લીધી છે.
