નવીદિલ્હી
અમદાવાદ શહેરમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવકના જે દિવસે લગ્ન થયા તે જ દિવસે પત્નીએ ફરવા જવાની ઇચ્છા વ્યક્ત કરી અને યુવક તેને કાંકરિયા ફરવા લઇ ગયો હતો. ફરીને આવ્યા બાદ યુવક બાઇક લેવા ગયો ત્યાં તે ત્યાંથી રફૂચક્કર થઇ ગઇ હતી. યુવકના લગ્ન થયાને ત્યાં કલાકોમાં જ યુવતીના કાકા અને મામા બનીને આવેલા શખ્સો ૧.૬૦ લાખ રૂપિયા પણ લઇ ગયા હતા. જેથી હવે આ મામલે યુવતીને મળાવનાર, યુવતી અને તેના કાકા તથા મામા બનીને આવેલા ચાર લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


