Delhi

અમારા વિના વિપક્ષી એકતા અસંભવ ઃ જયરામ રમેશ

નવીદિલ્હી
આગામી વર્ષ ૨૦૨૪માં લોકસભા ચુંટણી થનાર છે તેને લઇ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારનું નિવેદન આવ્યું હતું કે હવે કોંગ્રેસે નિર્ણય લેવાનો રહેશે કે ૨૦૨૪માં શું રણનીતિ હોવી જાેઇએ અને વિરોધ પક્ષોની એકતાને કંઇ રીતે મજબુત કરવી જાેઇએ નીતીશે કહ્યું હતું કે જાે કોંગ્રેસ આ વાત પર તૈયાર થઇ જાય તો ૨૦૨૪માં ભાજપ ૧૦૦ બેઠકોની અંદર સમેટાઇ જશે.નીતીશના આ નિવેદન પર કોંગ્રેસે પણ જવાબ આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે નીતીશજીની ઓફર પર પાર્ટીમાં વિચાર થશે તેમણે કહ્યું કે ભાજપ પર પાર્ટીનું ડબલ સ્ટેંડર્ડ નથી કોંગ્રેસ નેતાએ એ પણ કહ્યું કે કોંગ્રેસ વિના વિપક્ષની એકતા અસંભવ છે આવામાં કહેવામાં આવી શકે છે કે નીતીશકુમારની ઓફર પર કોંગ્રેસ નેતાની કટાક્ષ કરવાની સાથે સાથે વિચાર કરવાની પણ વાત કહી છે.તેમણે કહ્યું કે તેના પર કોંગ્રેસ વિચાર કરશે. એ યાદ રહે કે નીતીશકુમારે એ પણ કહ્યું હતું કે હું વડાપ્રધાન પદનો દાવેદાર નથી નીતીશે કહ્યું હતું કે હું ફકત પરિવર્તન ઇચ્છુ છું જે બધા નક્કી કરે તે જ થશે તેમણે કહ્યું હતું કે બિહારમાં વિરોધ પક્ષ એક થઇ કામ કરી રહ્યાં છે આવામાં જ કોંગ્રેસ નેતૃત્વથી અપીલ છે કે બધા એક થાય તો ભાજપ ૧૦૦ બેઠકોની નીચે આવી જશે

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *