Delhi

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૩૪ ગંભીર આરોપો લાગ્યા, જાે સાબિત થયા તો મળશે આટલી સજા..!!

નવીદિલ્હી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટારનું મોઢું બંધ રાખવા સહિત ૩૪ ગંભીર આરોપો લાગ્યા છે. મંગળવારે મેનહટન કોર્ટમાં આ આરોપોની સુનાવણી થઈ હતી, જે દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી તેઓ આગામી ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જાય. સુનાવણી દરમિયાન કોર્ટે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તેઓ સોશિયલ મીડિયામાં એવું કંઈ ન બોલે જેનાથી તેમના સમર્થકોમાં વિરોધની લાગણી ઉગ્ર બને. કોર્ટે કહ્યું કે જાે તે આમ કરે છે તો તેના પર જાહેરમાં કંઈપણ લખવા કે બોલવા પર પ્રતિબંધ લગાવી શકાય છે. કેટલી સજા થઈ શકે?… તે જાણો… ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે કોર્ટમાં સુનાવણી બાદ કહ્યું કે આ કેસ ટ્રમ્પના ૩૪ ખોટા નિવેદનોનો છે. જાે કોર્ટ તમામ આરોપોમાં ટ્રમ્પને દોષિત માને છે તો તેમને ૧૩૬ વર્ષની સજા થઈ શકે છે. કારણ કે તમામ ગુનાઓની સજા ઉમેર્યા બાદ આ આંકડો ૧૩૬ વર્ષનો થઈ જાય છે. શું છે આરોપો?….તે જાણો… ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેની સાથે રાત વિતાવ્યા બાદ તેનું મોં બંધ રાખવા માટે ઇં૧.૩ મિલિયન ચૂકવ્યા હતા. આ સિવાય પ્લેબોયની પૂર્વ મોડલ કારેન મેકડોગલ પર નકારાત્મક રિપોર્ટ પ્રકાશિત ન કરવા બદલ ૧.૫ મિલિયન ડોલર ચૂકવવાનો આરોપ છે. આ સિવાય તેમની સામે કુલ ૩૪ આરોપો છે. ટ્રમ્પની મંગળવારે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિની ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી હોય. ટ્રમ્પ સરેન્ડર કરવા મેનહટન કોર્ટ પહોંચ્યા હતા. સુનાવણી બાદ લગભગ અડધા કલાક સુધી ટ્રમ્પે ફ્લોરિડાના માર-એ-લાગો સ્થિત તેમના ઘરે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ‘હું નિર્દોષ છું. મારો ગુનો માત્ર એટલો જ છે કે જે લોકો દેશનો નાશ કરવા માગે છે તેમનાથી હું દેશની રક્ષા કરવા મક્કમ છું. અમે ઉચ્ચ સ્તરે ચૂંટણીમાં હસ્તક્ષેપ જાેયો છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *